ગુજરાત ભાજપને 14મા પ્રદેશ પ્રમખ મળી ગયા છે. ભાજપ પણ હવે મતદારોની ભીડ ભેગી કરવા નવા પ્રમુખની નિમણૂંક કરી દીધી છે. નવસારીથી સાંસદ અને કેન્દ્રિય મંત્રી સી.આર.પાટીલની પ્રદેશ પ્રમુખ તરીકેની ટર્મ તો ક્યારની પુરી થઈ ચુકી છે. સાથો સાથ તેઓ કેન્દ્રીય મંત્રી તરીકે પણ જવાબદારી સંભાળી રહ્યાં છે. ત્યારે હવે નવા પ્રદેશની નિમણૂંક કરાઈ છે. છેલ્લાં 45 વર્ષોમાં અત્યાર સુધી ગુજરાત ભાજપના 13 પ્રદેશ પ્રમુખ બદલાયા હવે 14મા પ્રદેશ પ્રમુખનો તાજ જગદીશ વિશ્વકર્માશિરે મુકાયા છે, તેમના નામની વિધિવત જાહેરાત કરાઈ છે
કેમ્પના હનુમાન મંદિરે દર્શન કર્યા
જગદીશ વિશ્વકર્માએ પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના કાર્યાલય કમલમ પહોંચતા પહેલા કેમ્પના હનુમાન મંદિરે દર્શન કર્યા હતાં, ત્યારે મહાનગર ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ પ્રેરકભાઈ શાહ પણ તેમની સાથે ઉપસ્થિત રહ્યા હતા.
કોણ છે જગદિશ વિશ્વકર્મા
આગામી 2027ની ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓમાં ઓબીસી ખાસ કરીને બક્ષીપંચનું ફેકટર સૌથી વધારે મહત્ત્વના રોલમાં રહેશે તેવું રાજકીય પંડિતો માને છે. ત્યારે જગદિશ પંચાલ મૂળ ઓબીસીમાંથી આવે છે. સ્ટેપ બાય સ્ટેપ સીડીઓ ચઢીને હાલ સરકારના મંત્રી મંડળમા સ્વતંત્ર પ્રભાર ધરાવે છે. હાઈકમાન્ડ઼ સાથે તેમણે પોતાની સારી છબિ અને કામગીરીથી સારી શાખ ઉભી કરી છે. ત્યારે ભાજપે તેમને પ્રદેશ પ્રમુખની જવાબદારી સોંપી છે.
નિકોલ વિધાનસભા ધારાસભ્ય
જગદીશ વિશ્વકર્મા હાલ અમદાવાદની નિકોલ વિધાનસભા બેઠકનું પ્રતિનિધિત્વ કરે છે. જેઓ હાલમાં ભૂપેન્દ્ર પટેલની સરકારમાં રાજ્યકક્ષાના મંત્રી તરીકે સેવા આપી રહ્યા છે, જે તેમની રાજકીય કુનેહ અને અનુભવ દર્શાવે છ. જગદીશ વિશ્વકર્મા રાજકીય સંગઠન, સરકારી કામકાજ અને સામાજિક પ્રભાવનું એક ઉત્તમ સમન્વય છે, જે તેમને ગુજરાતની રાજનીતિમાં એક મજબૂત આધારસ્તંભ બનાવે છે.
પાર્ટીના ક્યા નેતા કેટલો સમય પ્રમુખ રહ્યાં (1980 થી 2025)
કેશુભાઈ પટેલ (1980-83)
પાટીદાર(લેઉવા)
સૌરાષ્ટ્ર
મકરંદ દેસાઈ (1983-85)
બ્રાહ્મણ
મધ્ય ગુજરાત
ડો.એ.કે.પટેલ (1985-86)
પાટીદાર(કડવા)
ઉત્તર ગુજરા
શંકરસિંહ વાઘેલા (1986-91)
ક્ષત્રિય
મધ્ય ગુજરાત
કાશીરામ રાણા (1991-1996)
ઓબીસી
દક્ષિણ ગુજરાત
વજુભાઈ વાળા (1996-98)
ઓબીસી
સૌરાષ્ટ્ર
રાજેન્દ્રસિંહ રાણા (1998-2005)
ક્ષત્રિય
સૌરાષ્ટ્ર
વજુભાઈ વાળા (2005-06)
ઓબીસી
સૌરાષ્ટ્ર
પરશોત્તમ રૂપાલા (2006-10)
પાટીદાર(કડવા)
સૌરાષ્ટ્ર
આર.સી.ફળદુ (2010-16)
પાટીદાર (લેઉવા)
સૌરાષ્ટ્ર
વિજય રૂપાણી (ફેબ્રુ.2016-ઓગસ્ટ 2016)
જૈન
સૌરાષ્ટ્ર
જીતુ વાઘાણી (2016-20)
પાટીદાર(લેઉવા)
સૌરાષ્ટ્ર
સી.આર.પાટીલ (2020થી 2025 - ઓક્ટોબર)
પાટીલ
દક્ષિણ ગુજરાત