logo-img
10 Big Challenges Ahead For New Bjp President Jagadish Vishwakarma

નવા ભાજપ પ્રમુખ Jagadish Vishwakarma સામે છે 10 મોટા પડકારો : ગુજરાત કમળનો 'તાજ શીરે', 'ભાઉ'થી ભલૂ રિઝલ્ટ આપી શકશે!

નવા ભાજપ પ્રમુખ Jagadish Vishwakarma સામે છે 10 મોટા પડકારો
Published by: Offbeat Team
| Last Updated: Oct 04, 2025, 06:18 AM IST

ગુજરાત ભાજપના નવા પ્રદેશ પ્રમુખ તરીકે જગદીશ વિશ્વકર્માની વિધિવત નિમણૂક થઈ ગઈ છે. સી.આર. પાટીલ પછી પાર્ટીનું નેતૃત્વ જગદીશ વિશ્વકર્માના હાથમાં આવ્યું છે. તેમની સામે અનેક પડકારો ઊભા છે, જેને યોગ્ય રીતે પાર કરવું તેમના નેતૃત્વની સફળતા માટે અત્યંત મહત્વપૂર્ણ બનશે. જેમની સામે 10 મોટા પડકારો છે.


1. પક્ષના આંતરિક વિખવાદ અને ખેંચતાણ અટકાવવી

ભાજપ ખૂબ મોટો અને મજબૂત સંગઠન છે, પણ તેના આંતરિક વિખવાદો ક્યારેક બહાર આવે છે. જુદા જુદા નેતાઓ વચ્ચેના અહમ અને ઊંડાણાવાળા જૂથવાદને નિયંત્રણમાં રાખવું જગદીશ વિશ્વકર્મા માટે પહેલો મોટો પડકાર છે.

2. મંત્રી મંડળના વિસ્તરણની શક્યતા

જો ગુજરાત સરકારમાં મંત્રીમંડળનો વિસ્તરણ થાય, તો દરેક જાતિ અને વર્ગને સંતુલિત પ્રતિનિધિત્વ આપવું પડશે. સમાજોમાં અસંતોષ ન ફેલાય એ માટે રાજકીય સમજદારી જરૂર પડશે.


3. જ્ઞાતિ આધારિત રાજકારણની જટિલતા

ગુજરાતમાં રાજકારણ ઘણીવાર જ્ઞાતિ આધારિત બનતું રહે છે. કોણે કોના પક્ષમાં છે અને કોને કેટલી તક મળી એ વાત મહત્વ ધરાવે છે. જગદીશ વિશ્વકર્માને બધાને સંતોષમાં રાખીને યોગ્ય સમતુલન સાધવું પડશે.


4. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં પરિણામ લાવવો

આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપ માટે ફરી એક ગત સરખામણીએ વધુ બહુમતી સાથે જીતવું એ પણ એક પડકારરૂપ છે. સ્થાનિક સ્તરે લોકોના પ્રશ્નો અને અપેક્ષાઓને સમજવી પડશે.


5. 2027 વિધાનસભાની તૈયારી શરૂ કરવી

આમ જોવા જઈ તો તેમની પાસે સમય છે પરંતુ ગત 156નો રેકોર્ડ તોડવા માટે પડકારો પણ એટલા બધા છે, પણ હવે 2027ની વિધાનસભા માટે તૈયારીઓ શરૂ કરવાની જરૂર છે. સંગઠનને બેફિકર રાખીને એક મજબૂત ગ્રાઉન્ડ તૈયાર કરવી પડશે.

6. વિરોધ પક્ષો સામે મજબૂતી બનાવવી

કોંગ્રેસ હવે ઘણા વિસ્તારોમાં નબળી પડી છે, તો કેન્દ્રીય કોંગ્રેસના નેતાઓની નજર ગુજરાત પર છે અને જેના પગલે મોટા નેતાઓના આંટા ફેરા પણ ગુજરાતમાં વધ્યા છે. જે 2027માં ભાજપને ઘેરવા અત્યારે પ્લાન બનાવી રહી છે તો બીજી તરફ આમ આદમી પાર્ટી (AAP) જેવી પાર્ટીઓએ ચિંતાનું કારણ બનાવ્યું છે.


7. AAPની વધતી મજબૂતીને રોકવી

વિશેષ કરીને યુવાનોમાં આમ આદમી પાર્ટી પોતાની જગ્યા બનાવી રહી છે. જો તેનો સમયસર સામનો ન કરવામાં આવે તો 2027ની ચૂંટણીમાં વોટબેંક પર અસર પડી શકે છે.


8. આદિવાસી વોટબેંક પર ધ્યાન

દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતના આદિવાસી વિસ્તારોમાં AAP-કોંગ્રેસનું ભાજપને મજબૂત ટક્કર આપવાનું મિશન ચાલુ છે. જગદીશ વિશ્વકર્માને આ વિસ્તારના નેતાઓ સાથે સંગઠન મજબૂત બનાવવું પડશે અને વિકાસના કામો દ્વારા આદિવાસી મતદાતાઓને પોતાના પક્ષમાં રાખવાનો પ્રયાસ કરવો પડશે.


9. RSSની અપેક્ષાઓ પૂરી કરવી

ભાજપના મૂળ સંગઠન આરએસએસની ઘણી અપેક્ષાઓ હોય છે. આયડિયોલોજીથી લઇ ને સંગઠનના પ્રચાર સુધી, જગદીશ વિશ્વકર્માને આ અપેક્ષાઓ સમજવી અને સંતોષવવી પડશે


10. સહકારી ક્ષેત્રના વિખવાદ અટકાવવાં

ગુજરાતના સહકારી ક્ષેત્રમાં ભાજપનો મોટો પ્રભાવ છે, પણ અહીં ઘણીવાર જુના નેતાઓ વચ્ચે પડધાઓ હોય છે. જગદીશ વિશ્વકર્માને જે માટે સમન્વય સાધવો અને આંતરિક વિરોધને ખાળવો પડશે.

Join WhatsappWhatsapp ચેનલ સાથે જોડાઓ
Join WhatsappJoin Now