હવામાન વિભાગના અનુમાન મુજબ, આજે રાજ્યના મોટા ભાગમાં વરસાદી માહોલ રહેશે. આગામી સાત દિવસ દરમિયાન હળવાથી મધ્યમ વરસાદ થવાની શક્યતા છે. અરબી સમુદ્રમાં સર્જાયેલા ચક્રવાતને કારણે સૌરાષ્ટ્ર અને કચ્છના વિસ્તારોમાં વીજળીના કડાકા સાથે વરસાદ પડી શકે છે.
ગુજરાતના પશ્ચિમ વિસ્તારોમાં પણ વરસાદી પરિસ્થિતિ સર્જાઈ શકે છે. હવામાન વિભાગના મુજબ, આગામી 24 કલાકમાં સિસ્ટમ સિવિયર સાયક્લોનિક સ્ટોર્મમાં પરિવર્તિત થવાની શક્યતા છે.
દરિયાકાંઠે 40થી 50 કિ.મી. પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. સુરક્ષા દ્રષ્ટિએ માછીમારોને આગામી પાંચ દિવસ સુધી દરિયો ન ખેડવાની ચેતવણી આપવામાં આવી છે.