logo-img
Police Complaint Against Aap Sabarmati Ward President And His Group

સાબરમતી AAPના વોર્ડ પ્રમુખે મચાવી ધમાલ! : પ્રમુખ સહિતના ટોળા સામે પોલીસ ફરિયાદ નોંધાઈ, પથ્થરમારો, વાહનોમાં તોડફોડનો આક્ષેપ

સાબરમતી AAPના વોર્ડ પ્રમુખે મચાવી ધમાલ!
Published by: Offbeat Team
| Last Updated: Oct 04, 2025, 12:04 PM IST

અમદાવાદમાં સાબરમતી વિસ્તારમાં આવેલા મહાકાળીની પાલી ખાતે રહેતી ખુશ્બુ પરમારે સાબરમતી પોલીસ સ્ટેશનમાં આમ આદમી પાર્ટીના સાબરમતી વોર્ડના પ્રમુખ પ્રીતેશ પટેલ, બાબુ પરમાર, આશીષ સામઠીયા, ગણપત સામઠીયા, દર્શીલ ઉર્ફે ભટી સામઠીયા, ચિરાગ પરમાર સહિત વીસથી વધુ લોકો વિરૂદ્ધ એટ્રોસીટી અને હુમલાની ફરિયાદ દાખલ કરી છે.

''લોકોનું ટોળુ ભેગુ થઈ ગયુ હતુ...''

ફરિયાદમાં જણાવ્યા મુજબ ''ખુશ્બુ અને તેનો પરિવાર જમીને સૂઈ ગયો હતો ત્યાર એકાએક તેમના ઘર પાસે બુમાબુમ થવાની શરૂ થઈ ગઈ હતી. ખૂશ્બુ પરિવાર સાથે બહાર દોડી ગઈ હતી. ખૂશ્બુ તેમજ આસપાસમાં રહેતા લોકો ભેગા થઈ ગયા હતા અને મુખ્ય રોડ પર પહોચી ગયા હતા. મુખ્ય રોડ પર જઈને જોયુ તો લોકોનું ટોળુ ભેગુ થઈ ગયુ હતુ અને વાહનો પર પથ્થરમારો કરી રહ્યા હતા. પથ્થરમારો કરતા તમામ લોકો બુમો પાડતા હતા કે બાબુભાઈ પરમારને આ ચાલીના માણસો તથા હસમુખ પરમાર ખોટી રીતે હેરાન કરે છે અને અગાઉ પણ તેનુ ગેરકાયદેસર દબાણ કર્યુ . ટોળુ બુમાબુમ પણ કરતુ હતુ કે હસમુખભાઈ અને તેના પરિવારને ચાલીની બહાર કાઢીને મારી નાખો''


જાનથી મારી નાખવાની ધમકી આપી!

વધુમાં ફરિયાદમાં જણાવ્યું કે, ''ટોળુ કહી રહ્યુ હતું કે હસમુખભાઈ, તેનો દિકરો હિરેન તેમજ ચાલીમાં રહેતા લોકોને ખુડ ચરબી વધી ગઈ છે આપણે તેમની ચરબી ઉતારવી પડશે. ખુશ્બુ ટોળાની પાસે જતા તેઓ વધુ ઉશ્કેરાયા હતા અને જેમાં પ્રિતેશ પટેલ નામના યુવકે તેને જાતિવાચક શબ્દનો ઉપયોગ કર્યો હતો. ખુશ્બુએ શાંતિથી વાત કરવાનું કહેતા તે વધુ ઉશ્કેરાયા હતા અને ગાળો બોલવાની શરૂ કરી હતી. ટોળાએ પથ્થરમારો કરતા ખુશ્બુની સાસુ લક્ષ્મીબેનને માથામાં ઈજા પહોચી હતી. પથ્થરમારામાં ત્રણ વાહનોને નુકશાન થયુ. ટોળાનો આગેવન પ્રિતેશ પટેલ હતો અને તે તમામને ઉશ્કેરતો હતો કે, આ ચાલીમાં રહેતા લોકોએ અમારા મિત્ર બાબુભાઈ પરમારને ખોટી રીતે હેરાન કર્યા છે જેથી તમામને જાનથી મારી નાખવાના છે''. જે ઘટના મામલે ખુશ્બુએ તરતજ પોલીસને જાણ કરી દીધી હતી જેથી સાબરમતી પોલીસની ટીમ ઘટના સ્થળે પહોચી ગઈ હતી.

Join WhatsappWhatsapp ચેનલ સાથે જોડાઓ
Join WhatsappJoin Now