મોદી સરકારના GST રિફૉર્મ પર કંઈ ના મળી શક્યું તો હવે કોંગ્રેસે નિર્ણયના સમય પર પ્રશ્નો ઉઠાવવાના શરૂ કરી દીધા હતા. તેના પર ઋષિકેશ પટેલે પલટવાર કર્યો છે. તેમણે ઈકોનોમીને બુસ્ટ કરવાનું કામ મોદીએ કર્યું હોવાનું જણાવ્યું. આ સિવાય કોંગ્રેસ પર નિશાન સાધ્યું.
ઋષિકેશ પટેલે કહ્યું પ્રતિક્રિયા આપતા ક્હ્યું, 'નરેન્દ્ર ભાઈએ કેટલાય સુધારાઓ કર્કેયા છે. માત્ર ઈકોનોમીમાં નહિ, પરંતુ ભૂતકાળની અંદર આ GST વિચાર અને વિષય મૂકયો ત્યારે પણ તે અમલમાં મૂકી શક્યા ન હતા પરંતુ રાજકીય ઇચ્છાશક્તિ અને દ્રઢ ઈચ્છાશક્તિ બતાવી GST લાવવાનો શ્રેય પણ આદરણીય પ્રધાન મંત્રી મોદી સાહેબ અને NDA સરકાર અને ભારતીય જનતા પાર્ટીને જાય છે.'
તેમણે વધુમાં ઉમેર્યું, 'ભૂતકાળની અંદર ભારતીયોએ કલ્પના ન કરી હોય તેવા વિષયો સાથે ઈકોનોમી બુસ્ટીંગ કરવાનું કામ આદરણીય પ્રધાન મંત્રી મોદી સાહેબે કર્યું છે. કોઈ ના દબાવથી નહિ પરંતુ તે દબાવના કારણે કહ્યું છે તેવું કહેવા માટે અને દરેક વાતની અંદર જશ ખાંટવાની કોંગ્રેસની વૃતિ છે.'