Gopal Italia: આમ આદમી પાર્ટીના વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઈટાલિયા ફરી એકવાર ચર્ચામાં આવ્યાં છે. રાજકોટમાં આયોજિત જાહેર સભા દરમિયાન એક યુવાને રાજ્યમાં ખાડા અને વિકાસના મુદ્દે સવાલ કર્યો. જેનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો અને નવો વિવાદ ઉભો થયો. ધારાસભ્ય ગોપાલ ઈટાલિયાના જાહેર સભામાં સવાલ પૂછનાર વ્યક્તિનું નામ પૂછતા તેણે જણાવ્યું હતુંકે, તેનું નામ સુભાષભાઈ આહિર છે. તેઓએ સભામાં જ ઉભા રહીને પૂચ્છ્યું કે, “તમે અહીં રાજકોટમાં ખાડાની વાત કરો છો, તો શું તમારા વિસાવદરમાં ખાડા નથી?”
"ભાજપ 5000 આપે છે હું 10000 આપીશ ત્યાં જઈને સવાલ પૂછો"
આ સવાલનો જવાબ આપતા ગોપાલ ઈટાલિયાએ જણાવ્યુંકે, “હવે ભાજપે નવું ટ્રેન્ડ શરૂ કર્યું છે – 5000 રૂપિયા આપી લોકોને અમને સવાલ પૂછવા મોકલે છે.” તેમણે વધુમાં કહ્યું કે, “હું લોકોને ચેલેન્જ આપું છું – હિંમત હોય તો સી.આર. પાટીલ કે હર્ષ સંઘવીને પ્રશ્ન કરી બતાવો. હું તમને 10000 રૂપિયા આપી દઈશ!” અહીંની સરકારને સવાલ પૂછવાની કોઈ હિંમત નહીં કરી શકે. હિંમત કરશે તો પોલીસ ડંડા મારી જેલમાં પુરી દેશે. ઈટાલિયાએ કહ્યુંકે, મને સવાલ પૂછવાથી પ્રશ્નનું નિકારણ થતું હોય ભલુ થતું હોય તો હું આખો દિવસ સવાલનો જવાબ આપવા માટે બેસી રહીશ “ગુજરાતના લોકોને ગુજરાતના ખાડા નહીં દેખાય અને પંજાબના ખાડા જોઈ શકાય છે – આ ભાજપના પેઈડ પ્રશ્ર્નો છે.” તેમણે આરોપ મૂક્યો કે, ભાજપ પોતાના વિરોધીઓને દબાવવા માટે પોલીસનો દુરુપયોગ કરે છે.
"કામમાં કટકી અને કમિશન ચાલે છે"
ગોપાલ ઈટાલિયાએ વધુમાં જણાવ્યુંકે, “ગુજરાતમાં આજે એ હાલત છે કે, સરકારી ભ્રષ્ટાચાર સામે અવાજ ઉઠાવનારને જેલમાં મોકલવામાં આવે છે. રોડ-રસ્તાના કામમાં કટકી અને કમિશન ચલાવવામાં આવે છે. એ જ કારણ છેકે, દર વર્ષે ગુજરાતના રોડ-રસ્તાની હાલત ખસ્તા થઈ જાય છે. જેને કારણે અકસ્માતોની સંખ્યામાં પણ વધારે થયો છે.
"રાજકોટમાં ભાજપના નેતાઓનું હવે વજન રહ્યું નથી"
ગોપાલ ઈટાલિયાએ વધુમાં જણાવ્યુંકે, રાજકોટના નાગરિકો ખુબ જાગૃત છે. એટલાં માટે જ આજે હજારો લોકો સભામાં જોડાયા – આ દર્શાવે છે કે, લોકો બદલાવ માંગે છે.” ઈટાલિયાએ ભાજપના નેતાઓ પર નિશાન સાધતા કહ્યું કે, “રાજકોટમાં ભાજપના નેતાઓનું હવે વજન રહ્યું નથી. શહેર નવી લીડરશીપ શોધી રહ્યું છે.” રાજકોટમાં 4 ખટારા ભરાય તૈટલા ભાજપના નેતા છે. રાજકોટ ભાજપના નેતાઓઓનુ ક્યાંય ચાલતું નથી. રાજકોટ નવા નેતૃત્વની રાહ જોઈ રહ્યું છે. રાજકોટમાં ભુંડી રીતે વિસાવદરવાળી થવાની છે. ભાજપની ખો નીકળી જવાનો છે. રોડના કામમાંથી ભાજપના નેતા કટકી કરે છે. સારા રોડ બનાવવા માટે સાવરણાવાળી કરવી પડે છે.
"કોંગ્રેસ પણ નિશ્ક્રિય પાર્ટી છે"
ગોપાલ ઈટાલિયાએ કહ્યુંકે, કોંગ્રેસ પણ નિશ્ક્રિય પાર્ટી છે, “40 વર્ષથી કોંગ્રેસ માત્ર નિરર્થક હાજરી પુરાવતી રહી છે. હવે ગુજરાતમાં માત્ર આમ આદમી પાર્ટી જ એ વિકલ્પ છે, જે જનતા સાથે જોડાયેલી છે.”