logo-img
Gold Worth Rs 2 56 Crore Seized At Ahmedabad Airport

ગોલ્ડ સ્મગ્લરો પર તવાઈ : અમદાવાદ એરપોર્ટ પરથી કસ્ટમ વિભાગે 2.56 કરોડનું સોનું ઝડપ્યું, બે મહિલા સહીત ત્રણ ની ધરપકડ

ગોલ્ડ સ્મગ્લરો પર  તવાઈ
Published by: Offbeat Team
| Last Updated: Sep 01, 2025, 05:28 PM IST

અમદાવાદ સરદાર વલ્લભભાઈ પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટ પરથી કસ્ટમ વિભાગે 2.56 કરોડનું 2.65 કિ.ગ્રા સોનું જપ્ત કર્યું છે. દુબઇથી ઇન્ડિગોની ફ્લાઈટમાં મુસાફરો સોનાની પેસ્ટના 6 સિલ્વર કલરના પાઉચને મોજામાં છૂપાવી અમદાવાદ લાવ્યા હતા. કસ્ટમ વિભાગે એક પુરૂષ અને બે મહિલા સહિત કુલ 3 મુસાફરોની ધરપકડ કરી છે.

અમદાવાદ એરપોર્ટના કસ્ટમ વિભાગના અધિકારીઓએ 1 સપ્ટેમ્બર 2025ના રોજ ઇન્ડિગોની ફ્લાઈટ નં. 6E 1478 માં દુબઇથી અમદાવાદ આવતા એક પુરૂષ અને બે મહિલા મુસાફરોને અટકાવ્યા હતા. તપાસ દરમિયાન ત્રણેય મુસાફરોએ મોજામાં છુપાવેલા સિલ્વર કલરના 6 પાઉચ મળી આવ્યા હતા.

આ પાઉચની તપાસ કરતા તેમાં 2.650 કિ.ગ્રાના સોનાની પેસ્ટ મળી આવી હતી. જેની કુલ બજાર કિંમત રૂ. 2.56 કરોડ છે. જેથી કસ્ટમ એક્ટ 1962 હેઠળ તમામ મુદ્દામાલ જપ્ત કરી કસ્ટમ વિભાગે ત્રણેય મુસાફરોની ધરપકડ કરી છે.

Join WhatsappWhatsapp ચેનલ સાથે જોડાઓ
Join WhatsappJoin Now