અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર ફરી એકવાર કસ્ટમ્સ અધિકારીઓએ સોનાની દાણચોરીનો પર્દાફાશ કર્યો છે. દુબઈથી ફ્લાઇટ FZ 437 દ્વારા આવેલા એક પેસેન્જર પાસેથી રૂપિયા17 લાખની કિંમતનું 24 કેરેટ સોનું જપ્ત કરવામાં આવ્યું છે.
એરપોર્ટ ઉપરથી પેસેન્જરની અટકાયત કરીને કસ્ટમ વિભાગે પૂછપરછ કરતા મુસાફર પાસેથી 17 લાખનું દાણચોરીનું ગોલ્ડ કસ્ટમ વિભાગે જપ્ત કર્યું હતું. મળતી માહિતી પ્રમાણે દુબઈ થી અમદાવાદ આવેલા પેસેન્જરની કસ્ટમ વિભાગે મેટલ ડિટેક્ટરની મદદથી તપાસ કરતા ટ્રોલી બેગના ટાયરની અંદર છુપાવેલું હતું. કસ્ટમ વિભાગે સ્ક્રુ ખોલીને તપાસ કરતા ચારેય ટાયરોની અંદર દાણચોરીનું ગોલ્ડ મળી આવ્યું હતું. પેસેન્જર પાસેથી કસ્ટમ વિભાગે કુલ 152 ગ્રામનું 24 કેરેટ ગોલ્ડ જપ્ત કર્યું હતુ.
અમદાવાદ સરદાર વલ્લભભાઈ પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટ પરથી ગઈ કાલે મોટા પ્રમાણમાં કસ્ટમ વિભાગે 2.56 કરોડનું 2.65 કિ.ગ્રા સોનું જપ્ત કર્યું હતું. દુબઇથી ઇન્ડિગોની ફ્લાઈટમાં મુસાફરો સોનાની પેસ્ટના 6 સિલ્વર કલરના પાઉચને મોજામાં છૂપાવી અમદાવાદ લાવ્યા હતા. કસ્ટમ વિભાગે એક પુરૂષ અને બે મહિલા સહિત કુલ 3 મુસાફરોની ધરપકડ કરી હતી.