આણંદના આંકલાવમાં બાળકી ગુમ થવા મામલે આરોપી ઝડપાઈ ગયો છે પરંતુ કેસ ઉકેલાયો નથી. પોલીસે સીસીટીવી કેમરાના આધારે અડધી રાતે આરોપીને દબોચી લીધો પરંતુ આરોપીની જેમ જેમ સઘન તપાસ કરવામાં આવી રહી છે. તેમ તેમ કેસ વધુ પેચિદો બનતો જઈ રહ્યો છે. કારણ કે, પોલીસ તપાસ કરતા આરોપીએ તેના નિવેદનમાં જણાવ્યું કે, 'તે બાઈક પર બેસાડીને બાળકીને નદી કાંઠે લઈ ગયો હતો બાદમાં બાળકીનો નદીમાં પગ લપસી જતા તે નદીમાં પડી ગઈ હતી', જે બાદ આરોપીની સઘન પૂછપરછ કરતા આરોપીએ બીજા નિવેદનમાં કહ્યું કે, તેણે સંતાન પાપ્તિ માટે બાળકીની બલિ ચઢાવી અને ભૂવાઓનું નામ આપતા પોલીસે ભૂવાની તપાસ કરતા આરોપીને ઓળખતા ન હોવાનું જણાવ્યું. જે બાદ આરોપીએ હવે નવું રટણ શરૂ કર્યું છે કે, અજયે કહ્યું, 'હું ઝાડીઝાંખરામાં લઈ ગયો હતો ને બાળકી સાથે ખરાબ કામ કર્યું, પછી કોઈને કહી દેશે એવો ડર લાગ્યો એટલે તેની હત્યા કરીને નદીમાં ફેંકી દીધી'
પોલીસે CCTVના આધારે શંસ્પાદ આરોપીને દબોચ્યો
CCTV પુરાવા મારફતે શંકાસ્પદ આરોપી તેના નિવેદનોમાં પલટી મારતા પોલીસ માટે બાળકીને શોધખોળ કરવી વધુ કઠિન બની છે. પોલીસે આરોપીના નિવેદનોને આધીન ઝાડી ઝાંખરાવાળા જંગલ વિસ્તારમાં તેમજ નદીમાં બાળકીની શોધખોળ હાથ ધરી છે. આરોપીના જુદા જુદા રટણના કારણે પોલીસને અનેક પ્રકારની તપાસ હાથ ધરી છે.
આંકલાવમાં બાળકીની બલિ નહિ, દુષ્કર્મ...!
નવાખલ ગામની 6 વર્ષની બાળકીનું અપહરણ કરવા મામલે પોલીસ તપાસમાં પહેલા સામે આવ્યું હતું કે, બલિ ચઢાવા બાળકીનું અપહરણ કરવામાં આવ્યું હતું. સંતાન પ્રાપ્તિ માટે તાંત્રિક વિધિને લઈ અજય પઢિયાર નામના વ્યક્તિએ બાળકીનું અપહરણ વિધિ કરી નદીમાં ફેંકી દીધીની કબૂલાત કરી હતી, જે બાદ 4 ભુવાઓને પણ દબોચ્યા હતા. જો કે, હવે આરોપી અજય પઢિયારનું રટણ બદલાયું છે. આરોપીએ હવે બાળકી સાથે ખરાબ કામ કર્યુ હોવાની કબૂલાત પણ કરતા પોલીસે તપાસ સઘન હાથ ધરી છે.
સ્થાનિકોમાં રોષ
નવાખલની બાળકીને નદીમાં ફેંકવાનો મામલો સ્થાનિકોમાં રોષ જોવા મળી રહ્યો છે. આંકલાવ પોલીસ મથકે પરિવારજનો તેમજ ગ્રામજનોએ હોબાળો મચાવ્યો હતો. હાય હાયના પોલીસના સુત્રોચ્ચાર કર્યા હતા. 3 દિવસથી પોલીસ કોઇ યોગ્ય જવાબ ન આપતી હોવાનો આક્ષેપ કર્યો છે. ત્યારે મોટી સંખ્યામાં એકત્રિત ગ્રામજનોએ પોલીસ મથકનો ઘેરાવ કર્યો હતો.