Devayat Khavad controversy: તાલાલા ગીરના ચિત્રોડ ગામે દેવાયત ખવડ અને તેના માણસો દ્વારા બાબલ મામલે પાંચ દિવસ બાદ દેવાયત ખવડની ધરપકડ કરવામાં આવી છે. અત્રે જણાવીએ કે, ફોર્ચ્યુનર કાર અને કિયા ગાડી સામે સામે અથડાઈ હતી. જેમાં ફોર્ચ્યુનર કારમાં દેવાયત ખવડ અને તેના માણસો સવાર હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. આ ઘટનામાં એક વ્યક્તિને ઈજા પહોંચતા સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો.
અત્રે જણાવીએ કે, પોલીસે સુરેન્દ્રનગરમાં દૂધઈના ફાર્મહાઉસમાંથી દેવાયત ખવડને ઝડપ્યો છે. ચર્ચા એવી પણ છે કે, દેવાયત ખવડે સરેન્ડર કર્યું હોવાનું પણ કહેવાય છે જે પછી પોલીસે તેની અટકાયત કરી હતી. ખવડ છેલ્લા 5 દિવસથી ફરાર હતો.
ધ્રુવરાજસિંહ અને દેવાયત ખાવડનો જૂનો વિવાદ
આ સમગ્ર ઘટના બાબતે ચર્ચા એવી છે કે, થોડા મહિનાઓ અગાઉથી ભગવતસિંહ ચૌહાણ, ધ્રુવરાજસિંહ ચૌહાણ, રામભાઈ ચૌહાણ, મેઘરાજ સિંહ અને અન્ય ચાર લોકો તેમજ સામે દેવાયત ખવડ અને તેમના માણસો વચ્ચે બબાલ ચાલી રહી છે. ત્યારે અમદાવાદના સનાથલમાં રહેતા ધ્રુવરાજસિંહ ચૌહાણ સહિતના ત્રણ લોકો કાલે ચિત્રોડ ગામે ક્રિષ્ના હોટેલમાં રોકાયા હતા. ધ્રુવરાજસિંહ ચૌહાણે પોતે ગીરમાં હોવાનું સ્ટેટસ મૂક્યું હતું. જે સમગ્ર બાબતની જાણ દેવાયત ખવડ અને તેના માણસોને થતા તે લોકોએ વોચ રાખીને બબાલ કરી હતી.
દેવાયત ખવડના વિવાદનો લિસ્ટ
દેવાયત ખવડ-મયૂરસિંહ રાણાનો વિવાદ
ટિકટોક ગર્લ કીર્તિ પટેલ સાથે વિવાદ
બ્રિજરાજદાન ગઢવી સાથે વિવાદ
સરદાર પટેલ વિશે અપમાનજનક બોલવાનો વિવાદ
પૂર્વ CM રૂપાણીના વાયરલ વીડિયોની મજાક