સુરત શહેરમાં નકલી વસ્તુઓનો કારોબાર સતત વધી રહ્યો છે. તાજેતરમાં શહેરના અમરોલી વિસ્તારમાંથી નકલી ઘી બનાવતી ત્રણ ફેક્ટરીઓ ઝડપાઈ છે. આ સમગ્ર ઓપરેશનમાં SOG પોલીસે મોટી સફળતા મેળવી છે અને અજની ઇન્ડસ્ટ્રી નામની ફેક્ટરીમાંથી વિશાળ માત્રામાં નકલી ઘી ઝડપાયું છે.
9919 કિલો નકલી ઘી ઝડપાયું
પકડી પાડવામાં આવેલ મુદ્દામાલ મુજબ, 9919 કિલો નકલી ઘી મળી આવ્યું છે, જેના કિંમત અંદાજે રૂ. 67,00,550 જેટલી છે. આ ઉપરાંત, નકલી ઘી બનાવવામાં ઉપયોગમાં લેવાતાં મશીનો અને રો મટિરિયલ મળી કુલ રૂ. 53,55,950 ની મિલકત પણ કબ્જે કરાઈ છે. કુલ મળીને રૂ. 1,20,56,500 જેટલો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો છે.
નિર્દોષ નાગરિકોના જીવન સાથે રમત
આ લોકો જાણીતા બ્રાન્ડના ઘી તરીકે આ નકલી ઘી વેચી રહ્યા હતા, જેના કારણે લોકોના આરોગ્ય સાથે સીધો ચેડા થતા હતા. ખાસ કરીને તહેવારના સમયે આવા નકલી ઉત્પાદનો બજારમાં વધુ પ્રમાણમાં પ્રવેશ કરતા હોય છે. આવી ખોટી પ્રવૃત્તિ દ્વારા ઓછા સમયમાં વધુ નફો કમાવાની લાલચે આ લોકોને અનેક નિર્દોષ નાગરિકોના જીવન સાથે રમત રમી રહ્યા હતા.