અમદાવાદ શહેરના પાલડી વિસ્તારમાંથી આગની ઘટના સામે આવી છે, જ્યાં આવેલી વૃંદાવન બાળકોની હોસ્પિટલમાં આગ ભભૂકી ઉઠી હતી. આગ લાગવાના સમાચાર મળતાની સાથે જ ફાયર વિભાગની ત્રણ ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને ફાયર ટીમે ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો.
હોસ્પિટલમાં 10 બાળકો દાખલ
પ્રાથમિક માહિતી અનુસાર, આ હોસ્પિટલમાં અંદાજે 10 જેટલા બાળકો દાખલ હતા, પરંતુ સદનસીબે તમામને સલામત બહાર કાઢવામાં આવ્યા હોવાની માહિતી મળી રહી છે. ઘટના સમયે હોસ્પટલમાં કર્મચારીઓ અને સ્થાનિક લોકોએ પણ બચાવ કામગીરીમાં સહયોગ કર્યો હતો.
આગ લાગવાનું ચોક્કસ કારણ સામે આવ્યું નથી
અત્યાર સુધી આગ લાગવાનું ચોક્કસ કારણ જાણવા મળ્યું નથી, પરંતુ શક્ય શોર્ટસર્કિટના કારણે આગ લાગી હોઈ શકે. આગ લાગ્યા બાદ હોસ્પિટલના કાચના દરવાજા તોડી અંદર પ્રવેશ કરી લોકોને બહાર લાવવામાં આવ્યા હતા. ઘટના બાદ હોસ્પિટલના વિસ્તારમાં સાવચેતી તરીકે અન્ય દર્દીઓને પણ બહાર ખસેડવામાં આવ્યા હતા.