અમદાવાદના પ્રહલાદ નગર વિસ્તારમાં એક આઉટલેટના ઓપનિંગ સમયે મફત પિત્ઝાની જાહેરાત કરવામાં આવી હતી. ત્યારે રવિવારે મફત પિત્ઝા ખાવા માટે લોકોની લાઈનો પડી હતી. ભીડ એટલી હદે વધી હતી કે, પોલીસ આવી પહોંચી હતી.
અમદાવાદના પ્રહલાદ નગર વિસ્તારમાં એક પિત્ઝા આઉટલેટ દ્વારા રવિવારે મફત પિત્ઝાની જાહેરાત કરવામાં આવી હતી. મફત પિત્ઝા અંગેના મેસેજ સોશિયલ મીડિયા પર વાયરલ કરવામાં આવ્યા હતા. જેને કારણે રવિવારે મોટી સંખ્યામાં પિત્ઝા આઉટલેટ પર ફ્રી પિત્ઝા લેવા માટે લોકો પહોંચી ગયા હતા.
ખાનગી કંપનીના આઉટલેટના ઓનરે સ્ટોર ઓપનીંગના દિવસે મફત પિત્ઝાની જાહેરાત કરી હતી. સોશિયલ મીડિયા પર રીલ મુકી મફત પિત્ઝાની જાહેરાત કરવામાં આવી હતી. સોશિયલ મીડિયાની રીલના પગલે સેંકડો લોકો મફત પિત્ઝા લેવા માટે ઉમટી પડ્યા હતા. પિત્ઝા લેવા માટે લોકોએ રાશન કાર્ડ જેવી લાંબી લાઈનો લગાવી હતી.
મફત પિત્ઝાની જાહેરાત થતાં જ લોકો દૂર-દૂરથી ઉમટી પડ્યા હતા. આઉટલેટના માલિકે બપોરે 12 થી 2 સુધી મફત પિત્ઝા આપવાની ઓફર મૂકી હતી. બે કલાકમાં 1500 પિત્ઝા મફત આપવાનું આયોજન હતું. જોકે, આ પિત્ઝાપ્રત્યેનો પ્રેમ કે પછી મફતનું ખાવાની મજા? અમદાવાદના લોકોમાં પિત્ઝા માટે આટલો બધો ક્રેઝ?. જોકે, મફત પિત્ઝા માટે લોકો લાઈન લગાવીને ઉભા હતા. તેના બાદ પિત્ઝાના શોખીનોની ભીડ વધતી હતી. પિત્ઝાની ભીડ જોઈને સંચાલકોને સતત સૂચનાઓ આપવાની જરૂર પડી હતી. આમ ફત પિત્ઝાની જાહેરાત આપવી ભારે પડી. મફત પિત્ઝા માટે લોકો તૂટી પડ્યા હતા.