logo-img
Cr Patils Operation Bihar Begins After Leaving The Responsibility Of The State President

પટના પહોંચ્યા પાટીલ : પ્રદેશ પ્રમુખની જવાબદારી છોડતા વેંત સી આર પાટીલનું 'ઓપરેશન બિહાર' શરુ

પટના પહોંચ્યા પાટીલ
Published by: Offbeat Team
| Last Updated: Oct 05, 2025, 02:10 PM IST

C R Patil Bihar Election : સી આર પાટીલ આમ તો હાઈકમાન્ડને લાંબા સમયથી ગુજરાત પ્રદેશ પ્રમુખની જવાબદારી માંથી મુક્ત કરવા માટે વિનંતી કરતા હતા પરંતુ કેન્દ્રીય મંત્રી બન્યા પછી પણ કેન્દ્રીય હાઈ કમાન્ડે પ્રદેશ પ્રમુખ પદેથી સી આર પાટીલને મુક્ત કર્યા નહોતા. પ્રદેશ પ્રમુખ પદેથી મુક્ત કરવાને બદલે તેઓને કેન્દ્ર સરકારમાં જળશક્તિ મંત્રાલયની વધારાની જવાબદારી મળી હતી અને પછી બિહારની ચૂંટણીના સહ પ્રભારી બનવવામાં આવ્યા હતા. તે સાથે જ એ શક્યતા પ્રબળ બની હતી કે હવે ગમે ત્યારે સી આર પાટીલને આ જવાબદારીમાંથી મુક્તિ મળી જશે.

પાટીલે બિહાર ચૂંટણીના સહપ્રભારીની જવાબદરી સંભાળી લીધી!

નિકોલના ધારાસભ્ય અને ભૂપેન્દ્ર પટેલ સરકારમાં રાજ્યકક્ષાના મંત્રી જગદીશ વિશ્વકર્માની પ્રદેશ પ્રમુખ તરીકે વરણી સાથે જ સી આર પાટીલને પ્રમુખપદની જવાબદારીમાંથી મુક્ત કરવામાં આવ્યા અને હવે નવી જવાબદારી નિભાવવા તરફ આગળ વધી ગયા છે. ગુજરાતની જવાબદારીમાંથી મુક્ત થતાજ સી આર પાટીલે બિહાર ચૂંટણીના સહપ્રભારીની જવાબદરી સંભાળી લીધી હોય એ રીતે રવિવારે તેઓ પટના પહોંચી ગયા હતા

બિહાર ચૂંટણીની રણનીતિમાં પાટીલ અગ્રીમ ભૂમિકા ભજવશે?

સી આર પાટીલ પટના પહોંચતાજ એરપોર્ટ પર તેઓનું ભવ્ય સ્વાગત થયું, બિહાર ભાજપના વરિષ્ઠ નેતાઓ તેઓને આવકારવા માટે એરપોર્ટ પહોંચ્યા હતા. ખુદ ઉપ મુખ્યમંત્રી સમ્રાટ ચોધરી અને ભાજપના રાષ્ટ્રીય મહાસચિવ વિનોદ તાવડે સહિતના બિહારના વરિષ્ઠ નેતાઓ એ એરપોર્ટ પર પહોંચી જે ઉમળકાથી સ્વાગત કર્યું છે તેના પરથી રાજકીય પંડિતો અનુમાન વ્યક્ત કરી રહ્યા છે કે, આગામી બિહાર વિધાનસભાની ચૂંટણીમાં સી આર પાટીલની મહત્વની ભૂમિકા રહેશે. ઉમેદવારોની પસંદગીથી લઈને NDAના સાથી પક્ષોને બેઠકોની વહેંચણી સહિતની રણનીતિમાં સી આર પાટીલ હુકમનો એક્કો સાબિત થઇ શકે છે.

Join WhatsappWhatsapp ચેનલ સાથે જોડાઓ
Join WhatsappJoin Now