વડોદરા શહેરમાં પાણીગેટ-માંડવી માર્ગ પરથી પસાર થઈ રહેલી માંજલપુરની શ્રીજી સવારી પર ઈંડા ફેકવાની ઘટના બની હતી. જે બાદ તાત્કાલિક એક્શનમાં આવેલી વડોદરા શહેર પોલીસની સંખ્યાબંધ ટીમોએ સગીર સહીત ત્રણ આરોપીઓને દબોચી લીધા હતા પરંતુ મુખ્ય સૂત્રધારો ફરાર હતા. જો કે, હવે કાવતરાનાં મુખ્ય સૂત્રધારોને અજમેર ખાતે પોલીસે ઝડપી લીધા છે.
કાવતરાનાં મુખ્ય સૂત્રધારો રાજસ્થાનથી ઝડપાયા
વડોદરામાં શ્રીજીની પ્રતિમા પર ઇંડા ફેંકવાનું ષડયંત્ર કરનારા ઝડપાયા છે. અત્રે જણાવીએ કે, કાવતરાનાં મુખ્ય સૂત્રધારોને અજમેરથી વડોદરા લવવામાં આવી રહ્યાં છે. ઘટનામાં શામિલ મુખ્ય આરોપીઓ જુનેદ સિંધી, સમીર શેખ અને અનસ કુરેશીની ધરપકડ કરવામાં આવી છે. કૃત્યને અંજામ આપી આરોપીઓ રાજસ્થાન ભાગ્યા હતા
આરોપીઓના રિમાન્ડ મેળવાશે
માફિયા ગેંગનાં ત્રણેય સૂત્રધારો અજમેરમાં રોકાયા હતાં, ત્યારે હ્યુમન ઇન્ટેલિજન્સ અને ટેકનિકલ સર્વેલન્સથી મદદથી તમામ આરોપીઓને દબોચી લેવાયા છે. રાજસ્થાન પોલીસની મદદથી આરોપીઓને ઝડપી પાડ્યા છે ત્યારે હવે ત્રણેય આરોપીઓને કાલે કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ મેળવાશે
જાહેરમાં કાઢ્યું વરઘોડું
પાણીગેટ માંડવી રોડ પર શ્રીજીની પ્રતિમા પર ઈંડા ફેકવાની ઘટનામાં સામેલ માફિયા ગેંગના ગ્રુપ એડમીન સહિત ત્રણ આરોપીઓની અજમેરથી અટકાયત બાદ ધરપકડ કરવામાં આવી છે. આજે આરોપીઓને સાથે રાખીને તપાસ અધિકારીએ રી - કન્સ્ટ્રક્શન હાથ ધર્યું હતું. જેમનું જાહેરમાં વરઘોડું કાઢવામાં આવ્યું હતું