Gujarat Congress: અમદાવાદના આર ટી ઓ સર્કલ ખાતે કોંગ્રેસ દ્વારા "વોટ ચોર, ગાદી છોડ" કાર્યક્રમ યોજાયો હતો. જેમાં કોંગ્રેસના અગ્રણી નેતાઓ હાજર રહ્યાં હતા, જેમણે ભાજપ સરકાર પર આકરા પ્રહારો કર્યા છે. અત્રે જણાવી કે, આ પ્રસંગે કોંગ્રેસના નેતાઓએ દાવો કર્યો કે, ભાજપ ચૂંટણીમાં વોટ ચોરી કરીને સત્તામાં આવી રહ્યું છે
''પોતાને શરમ અનુભવવી જોઈએ''
કોંગ્રેસ નેતા અને બનાસકાંઠાન સાંસદ ગેનીબેન ઠાકોરે કહ્યું કે, પ્રજાના પ્રતિનિધિએ લોકોને આપેલ કામ પૂર્ણ ન કરે તો સત્તા પરિવર્તન માટે નાગરિકોને દર 5 વર્ષે મત આપવાનો બંધારણીય હક્ક છે, પરંતુ ગુજરાતમાં ભાજપે વોટ ચોરીનું મોડલ ઊભું કર્યું છે. વર્ષ 2017ની ચૂંટણી દરમિયાન તેઓ લડી રહ્યાં હતાં ત્યારે 11 વાગ્યે 7500 ખોટા મતદારો પકડાયા હતા, પરંતુ તેની રજૂઆત છતાં સત્તાધિકારીઓ અને ચૂંટણી પંચે કોઈ પગલા લીધા નહોતા, “વોટ ચોર ગાદી છોડ” એવું કોઈ કહે તો તેમને પોતાને શરમ અનુભવવી જોઈએ''
'ઉપરથી જે કહેવામાં આવે છે તે જ કરવા મજબૂર બને છે
તેમણે કહ્યું કે, ''ભાજપના ધારાસભ્યોને વોટ ચોરી દ્વારા જીતાડવામાં આવે છે, તેથી તેઓ ઉપરથી જે કહેવામાં આવે છે તે જ કરવા મજબૂર બને છે''.
''આક્ષેપો રજૂ કર્યા તેને કોઈ નકારી શક્યું નથી''
કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ કહ્યું કે, ''કોંગ્રેસે જે પ્રેસ સમક્ષ આક્ષેપો રજૂ કર્યા તેને કોઈ નકારી શક્યું નથી. કેન્દ્રીય મંત્રીના મત વિસ્તારમાં જ આ પ્રકારની ખોટી મતદાર યાદીઓ મળી આવવી એ શરમજનક બાબત છે. હવે માત્ર એક જ વિસ્તાર નહીં, પરંતુ આખા ગુજરાતની તમામ વિધાનસભામાં વિગતવાર તપાસ હાથ ધરાશે.