રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પેટલે દિલ્હીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથેની મુલાકાતને લઈને એક ટ્વિટ કર્યું છે. જેમાં CM ની PM નરેન્દ્ર મોદીની ફોટો શેર કરીને ‘વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ’ નો ઉલ્લેખ કર્યો.
આ ટ્વિટ કરતાં CM ભૂપેન્દ્ર પટેલે લખ્યું, 'નવી દિલ્હી ખાતે માનનીય વડાપ્રધાન શ્રી @NarendraModi જી સાથે મુલાકાતનો અવસર ખૂબ હર્ષપૂર્ણ રહ્યો.'
વધુમાં CM એ લખ્યું, 'માનનીય મોદી સાહેબના નેતૃત્વમાં ‘વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ’ના માધ્યમથી ગુજરાત મૂડીરોકાણકારો માટે “મોસ્ટ પ્રિફર્ડ ઈન્વેસ્ટમેન્ટ ડેસ્ટિનેશન” બન્યું છે. આ સફળતાથી પ્રેરિત થઈને માનનીય વડાપ્રધાનશ્રીના માર્ગદર્શન હેઠળ રાજ્ય સરકાર ગુજરાતના જુદા-જુદા ઝોન માટેની ‘વાઈબ્રન્ટ ગુજરાત રિજિયોનલ કોન્ફરન્સીસ’નું આયોજન કરવા જઈ રહી છે. આ સંદર્ભે માનનીય વડાપ્રધાનશ્રીનું બહુમૂલ્ય માર્ગદર્શન પ્રાપ્ત કર્યું.'
આ સાથે મુખ્યમંત્રીએ નરેન્દ્ર મોદીનો આભાર, 'કેન્દ્ર સરકારે GST ના દરમાં મોટો ઘટાડો કરીને કરોડો દેશવાસીઓને રોજિંદા ઘરખર્ચમાં બચત અને સુખમય જીવનની સોગાત આપી છે, એ બદલ ગુજરાતના સૌ નાગરિકો વતી માનનીય વડાપ્રધાનશ્રીનો આભાર વ્યક્ત કર્યો.'