logo-img
Another Opportunity At Ambaji Anganwadi

અંબાજી આંગણે અનેરો અવસર : કલેક્ટરના હસ્તે આ પુસ્તકનું વિમોચન

અંબાજી આંગણે અનેરો અવસર
Published by: Offbeat Team
| Last Updated: Sep 02, 2025, 11:23 AM IST

ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડના સભ્ય સચિવ રમેશ મેરજાની વિશેષ ઉપસ્થિતિમાં બનાસકાંઠા જિલ્લા કલેક્ટર મિહિર પટેલના હસ્તે ભાદરવી પૂનમ મહા મેળાના પ્રથમ દિવસે "આદ્યશક્તિના આંગણે... અનેરો અવસર" પુસ્તકનું વિમોચન કરવામાં આવ્યું.

ભાદરવી પૂનમના મહામેળાનો પાવન પ્રારંભ થઈ ચૂક્યો છે, અરવલ્લીની ગિરિમાળાઓ "બોલ માડી અંબે,‌જય જય અંબે"ના જયઘોષથી ગૂંજી ઉઠી છે. મહામેળાના પ્રથમ દિવસે આરાસુરના આંગણે મા અંબાના સાંનિધ્યમાં "અક્ષતમ્ પબ્લિકેશન" દ્વારા "ભાદરવી પૂનમ મહામેળા"ની ભાવનાત્મક અભિવ્યક્તિ ધરાવતું અનોખું પુસ્તક "આદ્યશક્તિના આંગણે. અનેરો અવસર" તૈયાર કરવામાં આવ્યું છે.ભાદરવી પૂનમ મહામેળા ઉપર પ્રકાશિત પુસ્તક બાબતે ઉપસ્થિત સર્વેએ લેખક લાભુ દેસાઈને અભિનંદન પાઠવ્યા હતા.

"આદ્યશક્તિના આંગણે... અનેરો અવસર" પુસ્તકમાં મા અંબાની આરાધના, શક્તિપીઠની શ્રદ્ધા, શ્રીયંત્ર, ભાદરવી પૂનમ થીમ સોંગ, સરકાર દ્વારા થતી વ્યવસ્થાઓ, સંઘો, સેવા-કૅમ્પો જેવા રસપ્રદ વિષયો આવરી લેવામાં આવ્યા છે. પુસ્તક પ્રકાશનના પ્રસંગે લેખક દ્વારા દિપમ્ ફાઉન્ડેશન, ભાવનગરના દિપ જોશી તથા સર્જકનો સંવાદ પ્રોડક્શન હાઉસના પરેશ લિમ્બાચીયાનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો. તેમજ આ પુસ્તક ભાદરવી પૂનમના મહામેળામાં પગપાળા આવતા માઈભક્તોની શ્રદ્ધામાં વધારો કરશે તેવી આશા વ્યક્ત કરી હતી.

ભાદરવી પૂનમ મહામેળાની ભાવનાત્મક અભિવ્યક્તિ આલેખી

આ પ્રસંગે જિલ્લા વિકાસ અધિકારી એમ.જે.દવે, જિલ્લા પોલીસ અધિક્ષક પ્રશાંત શુંબે, આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના વહીવટદાર કૌશિક મોદી સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા

Join WhatsappWhatsapp ચેનલ સાથે જોડાઓ
Join WhatsappJoin Now