અમદાવાદના ઉત્તર પશ્ચિમ ઝોનના ગોતા વોર્ડમાં કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિતભાઈ શાહના હસ્તે અંદાજીત રૂ.3.84 કરોડના ખર્ચે નવનિર્મિત અર્બન હેલ્થ સેન્ટરનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ નવનિર્મિત અર્બન હેલ્થ સેન્ટરમાં જનરલ મેડીકલ ઓ.પી.ડી. સેવાઓ, આયુષ્માન ભારત અંતર્ગત PMJAY કાર્ડ, આભા કાર્ડ, પ્રાધાનમંત્રી માતૃ વંદના યોજના, જનની સુરક્ષા યોજના સાથે અન્ય તમામ આરોગ્ય વિષયક યોજનાની સેવાઓ ઉપલબ્ધ થશે.
આરોગ્ય સુવિધામાં વધારો
આ ઉપરાંત સ્ત્રી રોગના નિષ્ણાત (ગાયનેક) ડોકટર દ્વારા સગર્ભા સ્ત્રીઓ, ધાત્રી માતાઓ તથા સ્ત્રી રોગનું નિદાન અને સારવાર તથા રેફરલ સેવાઓ, નવજાત શિશુ અને બાળકોની બાળરોગના નિષ્ણાત દ્વારા તપાસ, નિદાન, સારવાર અને રેફરલ સેવાઓ; સગર્ભા સ્ત્રીઓ તથા બાળકોના રસીકરણને લગતી સેવાઓ તથા પ્રસુતિ સેવાઓ અને કેન્દ્ર સરકાર તથા રાજ્ય સરકારના આરોગ્યલક્ષી કાર્યક્રમોનો સમાવેશ થાય છે.
અર્બન હેલ્થ સેન્ટરનું લોકાર્પણ
આ અર્બન હેલ્થ સેન્ટર ખાતે તમામ ચેપી રોગોનુ વહેલું નિદાન, સારવાર અને રેફરલ સેવાઓ, બિન ચેપીરોગો બ્લડ પ્રેશર, ડાયાબિટીસ, કેન્સર વગેરે રોગીનું સ્ક્રીનીંગ અને રેફરલ સેવાઓ, સ્લમ અને નોન સ્લમ વિસ્તારમાં મમતા દિવસ અને માતૃબાળ કલ્યાણની સેવાઓ, લેબોરેટરી ટેસ્ટની સેવાઓ, ફાર્મસી સ્ટોર અને દવાઓની ઉપલબ્ધતા, માનસિક રોગોની તપાસ અને સારવાર માટે માર્ગદર્શન, કાઉન્સિલીંગ સેવાઓ, વ્યસનમુક્તિ માટે વ્યસનમુક્તિ કેન્દ્રો સાથે રેફરલ સેવા, જન્મ-મરણ અને લગ્ન નોંધણી, યોગ દ્વારા શારીરિક અને માનસિક આરોગ્યને પ્રોત્સાહન, ટેલીમેડીસીનથી નિષ્ણાંત ડોક્ટર દ્વારા આરોગ્ય સંબંધિત સેવાઓ અંગે જરૂરી માર્ગદર્શન જેવી સેવાઓ આ અર્બન હેલ્થ સેન્ટર ખાતે ઘરઆંગણે અને
નિઃશુલ્ક ઉપલબ્ધ બનશે
આ કાર્યકમમાં અમદાવાદના મેયર સુશ્રી પ્રતિભાબહેન જૈન, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દેવાંગભાઈ દાણી, સાંસદ નરહરિ અમીન અને અમદાવાદ મ્યુનિસિપલ કમિશનરશ્રી બંછાનિધિ પાની સહિતના અધિકારીઓ-પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.