કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહે નવીનીકરણ કરાયેલ સરદારબાગની મુલાકાત પણ લીધી હતી અને તેમણે સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને ફૂલહાર કરી નમન કર્યા હતા. શહેરના જમાલપુર વોર્ડમાં લાલદરવાજા સ્થિત 'સરદારબાગ'નું 12 કરોડના ખર્ચે પીપીપી ધોરણે યુ.એન.મહેતા ફાઉન્ડેશન દ્વારા નવીનીકરણ કરવામાં આવ્યું છે.
72000 જેટલા છોડ રોપવામાં આવ્યા
પુન:નિર્માણ કરાયેલા સરદારબાગની વિશેષતા વિશે વાત કરીએ તો, 26100 ચો.મી. વિસ્તારમાં તૈયાર કરાયેલ સરદારબાગમાં 630 જેટલા વૃક્ષો અને 72000 જેટલા છોડ રોપવામાં આવ્યા છે. આ ઉપરાંત આકર્ષક એન્ટ્રીગેટ સાથે નયનરમ્ય ફાઉન્ટેન અને સુંદર બેઠક વ્યવસ્થા, સાધનો સાથે ઓપનજિમ એરિયા, લોન વાળો ઓપન યોગ એરિયા, બાળકો માટે રમતગમતના સાધનો તૈયાર કરવામાં આવ્યા છે. વધુમાં, વોકિંગ અને રનિંગ ટ્રેક, યુટિલિટી એરિયા, પીવાના પાણીની સુવિધા, વરસાદી પાણી જમીનમાં ઉતારવા પરક્વોલેશન વોલ અને રોઝ બેડ એરિયા સહિતના વિવિધ આકર્ષણોથી સભર સરદારબાગર તૈયાર કરાયો છે.
આ પ્રસંગે આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ, અમદાવાદ શહેરના મેયર પ્રતિભા જૈન, ટોરેન્ટ ગ્રૂપના ચેરમેન સુધીરભાઈ મહેતા, સાંસદ હસમુખ પટેલ, શહેરના ધારાસભ્યઓ, સ્ટે. કમિટીના ચેરમેન દેવાંગ દાણી, મ્યુનિ.કમિશનર બંછાનિધી પાની તથા કોર્પોરેશનના અધિકારી/પદાધિકારીઓ અને મોટી સંખ્યામાં આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.