અમદાવાદમાં 1 ઓગસ્ટ 2025 ના રોજ વાહન ચેકિંગ દરમ્યાન દેશી પિસ્તોલ નંગ–1 તથા જીવતી કારતુસ નંગ–2 તથા છ મોબાઇલ ફોન તથા એક ટાટા સફારી ફોર વ્હીલર સાથે છ આરોપીઓની “આઇ” ટ્રાફીક પોલીસ સ્ટેશનની ટીમે ધરપકડ કરી છે. અમદાવાદ ઓઢવ રીંગરોડ અદાણી સર્કલ પોઈંગ પર "આઈ" ટ્રાફિક પોલીસ સબ.ઇન્સ. એચ.ડી.સોલંકી અને તેમના સ્ટાફના જવાનો વાહન ચેકિંગ કરતાં હતા. આ દરમિયાન હાથીજણ તરફ થી આવતા રોડ ઉપરથી એક શંકાસ્પદ MH.03.AW.9270 કાળા કલર ની ટાટા સફારી કાર રોકી હતી.
તપાસ દરમિયાન ગાડીમાંથી દેશી હાથ બનાવટની પિસ્ટલ, જીવતી કારતુસ નં.–2, મોબાઇલ ફોન નં.–6 તથા ટાટા સફારી ફોર વ્હીલર સાથે કુલ 6, 40,200 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો.
તેમને મુદામાલ સાથે સ્થાનીક રામોલ પોલીસ સ્ટેશન ખાતે સોપવામા આવેલ અને તેમની વિરૂધ્ધ રામોલ પોલીસ સ્ટેશન ગુ.ર.નં.11191024251118/2025 ધી આર્મ્સ એકટ 25(1-બી)એ, તથા જી.પી.એક્ટ 135(1) મુજબ ગુનો દાખલ કરવામા આવેલ છે અને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે.
પકડાયેલા આરોપી
1. કૈલાશસિંહ ઉર્ફે ખુશ (ઉ.વ.22) – રાજસ્થાન
2. સુરેશસિંહ રાજપુત (ઉ.વ.30) – રાજસ્થાન
3. મહેશ નાનસિંહ પરમાર (ઉ.વ.21) – રાજસ્થાન
4. નરેશસિંહ રાજપુત (ઉ.વ.29) – મહારાષ્ટ્ર/રાજસ્થાન
5. લહરસિંહ ઉર્ફે લાલા (ઉ.વ.29) – મહારાષ્ટ્ર/રાજસ્થાન
6. હિમ્મતસિંહ પ્રતાપસિંહ રાજપુત (ઉ.વ.29) – રાજસ્થાન
આમાંથી આરોપી હિંમતસિંહ પ્રતાપસિંહ રાજપૂત નાઓની અગાઉ પણ ધરપકડ થઈ ચૂકેલી છે.
આ ઘટના રામોલ પોલીસ સ્ટેશનની હદમાં આવતી હોવાથી તમામ આરોપીઓ તથા જપ્ત મુદ્દામાલ રામોલ પોલીસને સોપવામાં આવ્યા હતા. રામોલ પોલીસ સ્ટેશનમાં આ અંગે ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.