અમદાવાદના વસ્ત્રાપુરમાં સરકારી વસાહતમાં રહેતા એક અધિકારીએ રહસ્ય મય સંજોગોમાં આત્મહત્યા કરતા ચકચાર મચી ગઈ છે. મનોજકુમાર પોપટલાલ પૂજારા નામના અધિકારી ગળે ફાંસો ખાઈને મોતને ભેટ્યા હતા.
ડ્રાઈવર પહોંચતાં ઘટના સામે આવી
ગાંધીનગર સચિવાલય ખાતે નાણા વિભાગમાં ફરજ બજાવતા GAS કેડર ના અધિકારી મનોજકુમાર પૂજારા દરરોજની જેમ સવારે ઓફિસ જવાના હતા. વહેલી સવારે ડ્રાઈવરે ઘણી વાર ફોન કર્યો છતાં કોઈ જવાબ ન મળતાં તે તેમના ઘરે પહોંચ્યો. દરવાજો અંદરથી બંધ ન હતો અને ખોલતા જ અધિકારીનો મૃતદેહ છત પર લટકતો જોવા મળતા તે ચોંકી ઉઠ્યો હતો અને આસપાસના લોકો તથા પોલીસ ને જાણ કરી હતી
ગાંધીનગર સચિવાલયમાં નાણાં વિભાગમાં ફરજ બજાવતા હતા
અમદાવાદના વસ્ત્રાપુર વિસ્તારમાં આવેલા સરકારી ક્વાર્ટરમાં આત્મહત્યા કરનાર મનોજકુમાર પોપટલાલ પૂજારા (ઉંમર 57), ગાંધીનગર સચિવાલય સ્થિત નાણાં વિભાગમાં ક્લાસ-1 અધિકારી તરીકે ફરજ બજાવતા હતા, તેમણે ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે.
બીમારી અને એકલતાને કારણે આત્મહત્યા
પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે મનોજ પૂજારા લાંબા સમયથી બીમાર હતા અને પત્નીનું મૃત્યુ થયાને 15 વર્ષ વીતી ગયા બાદ એકલતા અનુભવતા હતા. આ પરિસ્થિતિમાં તેમણે જીવનનો અંત લાવવાનો નિર્ણય કર્યો હોવાનું માનવામાં આવે છે.
સ્યુસાઇડ નોટ સહીત ત્રણ નોટ મળી
આ સમગ્ર ઘટના અંગે બી ડિવિઝન ACP એચ એમ કણસાગરા એ પત્રકારો ને માહિતી આપતાં જણાવ્યું કે તપાસ દરમ્યાન પોલીસને સ્થળ પરથી ત્રણ નોટો મળી આવી છે. નોટમાં મનોજ પૂજારાએ સ્પષ્ટ લખ્યું છે કે આત્મહત્યા કરવાનો નિર્ણય સંપૂર્ણપણે પોતાનો છે અને તેમાં કોઈની હેરાનગતિ કરવી નહીં. ઉપરાંત, તેમણે પુત્ર અને પુત્રવધુને આપવાની થતી મિલકત, પોલિસી, તિજોરી તથા અન્ય નાણાકીય વિગતોનો ઉલ્લેખ કર્યો છે. ACP કણસાગરા એ જણાવ્યું હતુ કે ટાઈપ કરેલી અને મનોજ પુજારાના સ્વ હસતાક્ષરમાં નોટ મળેલી છે, આ નોટ તેઓ દ્વારાજ લખવામાં આવી છે કે કેમ તે અંગે તપાસ કરવામાં આવ
15 વર્ષ પૂર્વે પત્નિનું અવસાન થયું હતું
મરણજનારની પત્નીનું અવસાન 15 વર્ષ પહેલા થયું હતું. તેમનો પુત્ર અને પુત્રવધુ હાલ મુંબઈમાં રહે છે.