રાજ્યમાં સાયબર ફ્રોડના બનાવો વધી રહ્યાં છે, ત્યારે સાયબર ફ્રોડને નાથવા માટે લોન્ચ કરવામાં આવેલી NCCRP પોર્ટલ તથા સમન્વય પોર્ટલની મદદથી પાલડી પોલીસે NCCRP પોર્ટલ એન્કલોઝમેન્ટ અરજીની તપાસ કરી 6 આરોપીઓનીઅટકાયત કરી છે.
ઓ.ટી.પી વગર જ રૂપિયા 24988 પડાવી લીધા હતા
અરજદાર ઉર્વીશ ભારત્વાજ અરજી કરી હતી કે, તેમના વિવિધ એકાઉન્ટમાંથી વિધાઉટ ઓ.ટી.પી. દ્વારા રૂ.24988/- નુ સાયબર ફ્રોડ થયેલું છે, જે મામલે પોલીસ તપાસ હાથ ધરતા જણાવા મળ્યું હતું કે, પ્રથમ લેયર, સેકન્ડ લેયર તેમજ થર્ડ લેયરમાં નાણાં ટ્રાન્સફર થયેલા અને થર્ડ લેયરના એકાઉન્ટની તપાસ કરતા તેમાંથી યુનીયન બેન્કના અલગ અલગ એકાઉન્ટમાં ફ્રોડના નાણાં ટ્રાન્સફર થયેલ જણાયેલા હતા અને તે તમામ એકાઉન્ટની વિગત ચેક કરતા મોટી રકમના સેલ્ફ ચેક દ્વારા રોકડમાં નાણાં ઉપડતા હોવાની વિગત સામે આવી હતી
ત્રણ કરોડ અઢાર લાખ રકમ ઉપાડી અને...
પોલીસે તપાસમાં હાથ ધરી કે, યુનીયન બેન્કના અલગ અલગ એકાઉન્ટમાંથી રોકડ નાણાં કોણ કોણ અને કેવી રીતે ઉપાડી રહ્યું છે.? તેની તપાસ કરતા જાણવા મળ્યું કે, એકાઉન્ટમાંથી હાલમાંજ ટ્રાન્જેકશન થયેલું છે, જેથી તે ટ્રાન્જેકશન કરનાર વ્યક્તિઓને પોલીસ સ્ટેશન ખાતે લાવી પુછ-પરછ કરતા તેઓએ અલગ અલગ એકાઉન્ટ પૈકી બે બેન્ક એકાઉન્ટમાંથી સેલ્ફ ચેક દ્વારા રોકડા રૂ.3,18,00,000/- (ત્રણ કરોડ અઢાર લાખ) ઉપાડેલી જે રકમ અંગે કોઇ યોગ્ય ખુલાસો કરી શક્યા ન હતા. તેમજ તેઓની માલીકી સબંધે કોઇ પુરાવા રજુ કરી શક્યા નહીં.
15 ફોન કબજે કર્યા
પોલીસે કુલ રોકડ રકમ રૂ.3,16,00,000/-તથા મોબાઇલ ફોન નંગ-15 જેની કી.રૂ.1,19,000/- ની મળી કુલ રૂ.3,17,19,000/-ની મત્તા તેમજ મળી આવેલ ચેક નંગ-03 તથા ચેકબુક નંગ-09 તથા બેગ નંગ-04 બી.એન.એસ.એસ. કલમ 106 મુજબ તપાસ અર્થે કબજે કરી છે
અટકાયત કરેલા આરોપી
(1) આરીફખાન અકબરખાન
(2) અશ્વિનકુમાર નટવરલાલ
(૩) સ્મીત સત્તિષચંન્દ્ર
(4) રાકેશ સવારામ
(5) જગદીશકુમાર મહેન્દ્રભાઇ
(6) જસ્મીન રાજુભાઇ