બનાસકાંઠાના અંબાજીના ત્રિસુલિયા ઘાટ પર માઈ ભક્તોને અકસ્માત નડ્યો છે. અંબાજીથી દાંતા તરફ જતી રિક્ષાની બ્રેક ફેઈલ થઈ જતા અકસ્માત સર્જાયો હતો. જે રિક્ષામાં સવાર 4 લોકો ઈજાગ્રસ્ત થયા છે.
રિક્ષાની બ્રેક ફેઈલ થતાં અકસ્માત
અંબાજીથી દાંતા તરફ જતી એક રિક્ષાની બ્રેક અચાનક ફેઇલ થઈ જતા રિક્ષા અંકુશ બહાર થઈ ગઈ હતી. આ ઘટનામાં રિક્ષામાં સવાર ચાર લોકો ઈજાગ્રસ્ત થયા છે. આ દુર્ઘટના થતાની સાથે જ નજીકના લોકો અને પ્રવાસીઓ તાત્કાલિક મદદ માટે દોડી આવ્યા. ઘટના અંગે જાણ થતાં ટ્રાફિક પોલીસ પણ તાત્કાલિક સ્થળ પર પહોંચી ગઈ હતી અને પરિસ્થિતિ સંભાળી હતી.
ઈજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાયા
ઘાયલ લોકોને તાત્કાલિક સારવાર માટે અંબાજી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે જ્યાં તેમની સારવાર શરૂ કરવામાં આવી છે. ત્રિશૂલિયા ઘાટ જાણીતો છે તેના ખતરનાક વળાંકો અને ઊંચા-નીચા રસ્તાઓ માટે પણ અકસ્માત ભયજનક છે