અમદાવાદમાં બપોરે 12 વાગ્યાની આસપાસ અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માત શાંતિપૂરા સર્કલથી એપલ વૂડ તરફ જતા સમયે સર્વિસ રોડ ઉપર જતા ટ્રેલરની ડાબી સાઈડના ટાયરમાં આવી જતા બાઈક ચાલકનું ઘટના સ્થળે મોત થયું હતું. આ બાઈક ચાલકનું નામ નારયણ એચ.ગણેશ હતું. જેનું ઘટના સ્થળે મોત થયું હતુ.
અમદાવાદમાં સર્જાયો ગોજારો અકસ્માત
અકસ્માત કરનાર ડ્રઈવરનું નામ ધનરાજ છે. જે બાડમેર રાજસ્થાનનો રહેવાસી છે. જ્યારે મૃતક ચેન્નાઈ તમિલનાડુનો છે. તેઓ સાંણદ-સરખેજ રોડ પર આવેલી ગોકુલધામ સોશાયટીમાં રહેતો હતો. મૃતક અમદાવાદમાં Micron Semi Conductor Ind. Pvt. Hd. an engineer તરીકે એક મહિના પહેલા નોકરીએ લાગ્યો હતો.
પોલીસે તપાસ હાથ ધરી
પોલીસે ઘટનાને ગંભીરતાથી લઈ ટ્રલેરના ડ્રઈવર સામે કાયદાકિય તજવીજ હાથ ધરી છે. આ અકસ્માતમાં જવાબદાર સામે કડકમાં કડક પગલા લેવામાં આવશે.