રાજકોટ શહેરમાં 15 ફૂટ રિંગ રોડ પર ભૂગર્ભ ટાંકાનું ઢાંકણું ખુલ્લુ રહી જતા નજીક રમી રહેલું 4 વર્ષનું બાળક ટાંકીમાં પડી ગયું હતું. બાળકનું ટાંકીમાં પડી જવાથી મોત થયું છે. શહેરના 150 ફૂટ રિંગ રોડ પર નાણાવટી ચોક પાસે આવસ ક્લાટર્સમાં આ કરૂણ ઘટના સામે આવી છે. ઘર પાસે રમતા રમતા બાળક ભૂગર્ભ ટાંકામાં પડી જતા મોતને ભેટયું છે. આ ઘટનાથી પરિવારમાં શોકની લાગણી છવાઈ છે.
પરિવારમાં શોકની લાગણી
10 વાગ્યાની આસપાસ ઘર પાસે રમી રહ્યો હતો. બાળક રમતા રમતા પાણીના ટાંકામાં પડી જતા મોત થયું છે. બાળક પરિવારને ઘરમાં જોવા ન મળતા પરિવારે શોધખોળ હાથ ધરી હતી. બાળક મળી ન આવતા ભૂગર્ભ ટાંકાનું ઢાંકણું ખુલ્લુ જોઈ શંકા જતા તપાસ કરી હતી. બાળક પાણીના ટાંકામાંથી મળી આવ્યું હતું.
પોલીસે પ્રથમિક તપાસ હાથ ધરી
આ ઘટના બનતા બાળકને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યું હતું પણ બાળકને સારવાર મળે તે પહેલા મૃત્યું થઈ ગયું હતું. આ અંગે યુનિ. પોલીસને જાણ કરતા પોલીસ તાત્કાલિક હોસ્પિટલ દોડી આવી હતી. પોલીસે પ્રથમિક તપાસ હાથ ધરી હતી. બાળકના પિતા મંજૂરી કામ કરતા હોવાનું સામે આવ્યું છે.