Ahmedabad Crime News : અમદાવાદના ચાંદખેડામાં આવેલા એક ફ્લેટના ત્રીજા માળેથી પડતું મુકતા મૈત્રી શ્રીમાળી નામની યુવતીનું મોત થતા વિસ્તારમાં ચકચાર મચી છે. આ સમગ્ર ઘટના CCTVમાં કેદ થઈ હોવાથી પોલીસે ઘટના અંગે ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરી છે. બે દિવસ પહેલાં બનેલી આ ઘટનામાં મૈત્રીબેન ફ્લેટના ત્રીજા માળેથી અચાનક નીચે પડી હતી. પરિવારજનોએ જણાવ્યું છે કે થોડાં વર્ષ પહેલાં મૈત્રીબેને પ્રેમલગ્ન કર્યા હતા, પરંતુ પતિ સાથે મનમેળ ન આવતાં તે થોડો સમય પિયરમાં રહી હતી. બાદમાં સંબંધો સુધરતાં તે ફરી પતિના ઘરે રહેવા આવી હતી. મૈત્રીબેનને 2 વર્ષનું નાનું બાળક પણ છે.
ઘટનાનું કારણ હજુ સ્પષ્ટ થયું નથી
ઘટનાના બાદ પોલીસે પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું કે મહિલાની પાસે કોઈપણ પ્રકારની સુસાઇડ નોટ મળી આવી નથી, જેના કારણે ઘટનાનું કારણ હજુ સ્પષ્ટ થયું નથી. પોલીસ અલગ અલગ એંગલથી આત્મહત્યા અને અકસ્માત બંને સંભાવનાઓ પર તપાસ કરી રહી છે. હાલ કોઈ ચોક્કસ પુરાવા ન મળતા પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધ્યો છે. મહિલાની નીચે પડતાની સાથે જ ત્યાં હાજર સફાઈકર્મચારી અને આસપાસના લોકો તુરંત દોડી આવ્યા હતા અને ઘટનાની જાણ પોલીસને કરી હતી.
પોલીસ તપાસ હાથધરી
CCTVમાં જોવા મળેલી ઘટનાએ તપાસને વધુ ગંભીર બનાવી છે, અને પોલીસ હાલમાં ઘટનાની દરેક સંભાવના પર તલસ્પર્શી તપાસ કરી રહી છે. ચાંદખેડાની આ ઘટના હાલ સમાજમાં ચર્ચાનો વિષય બની ગઈ છે.




















