Rajkot Amit Khunt Case : રાજકોટના ગોંડલમાં ચર્ચિત અમિત ખૂંટ કેસમાં આજે મહત્વપૂર્ણ સુનાવણી હાથ ધરાઈ હતી. કેસની નક્કી કરાયેલી તારીખ મુજબ આરોપી રાજદીપસિંહ જાડેજાને જૂનાગઢ જેલથી ગોંડલ કોર્ટમાં ખાસ સુરક્ષા વચ્ચે લાવવામાં આવ્યા હતા. કોર્ટમાં તેમની હાજરી દરમિયાન કેસ સંબંધિત કાનૂની પ્રક્રિયાઓની સમીક્ષા કરવામાં આવી હતી.
ગોંડલ અમિત ખૂંટ આત્મહત્યા કેસ
સુનાવણી પૂર્ણ થયા બાદ ન્યાયાલયે આ કેસની આગામી સુનાવણી 6 ડિસેમ્બરની તારીખ નક્કી કરી છે. કોર્ટમાં રજૂઆત છતાં રાજદીપસિંહ જાડેજાને કોઈપણ પ્રકારની રાહત આપવામાં આવી નથી. પરિણામે તેમને હજુ પણ જેલમાં જ રહેવું પડશે. ગોંડલ કોર્ટની આજની કાર્યવાહી પછી આ કેસમાં વધુ એક તબક્કો આગળ વધ્યો છે અને હવે તમામની નજર આગામી સુનાવણી પર ટકી ગઇ છે.
6 ડિસેમ્બર વધુ સુનાવણી હાથ ધરાશે
અમિત ખૂંટ કેસ શરૂઆતથી જ ચર્ચાના કેન્દ્રમાં રહ્યો છે, અને આજની કોર્ટ કાર્યવાહીથી કેસમાં ફરી એક સુનાવણીની નવી તારીખ સામે આવી છે. 6 ડિસેમ્બર વધુ સુનાવણી હાથ ધરાશે.




















