Direct purchase started at MSP: ગુજરાત સરકારે ખરીફ માર્કેટિંગ સીઝન 2025-26 હેઠળ 24 નવેમ્બર 2025થી ખેડૂતો પાસેથી લઘુત્તમ ટેકાના ભાવે (MSP) ડાંગર, બાજરી, જુવાર, મકાઈ અને રાગીની સીધી ખરીદી શરૂ કરી દીધી છે. આ ઐતિહાસિક પગલું મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં લેવાયું છે, જેમણે તાજેતરના વરસાદથી પાકને થયેલા નુકસાનની ભરપાઈ માટે ₹10,000 કરોડનું રાહત પેકેજ પણ જાહેર કર્યું છે.
ખરીદી કેન્દ્રો અને મર્યાદા (પ્રતિ હેક્ટર)
ડાંગર : 113 કેન્દ્રો → 1,500 કિલો
બાજરી : 150 કેન્દ્રો → 1,848 કિલો
જુવાર : 50 કેન્દ્રો → 1,539 કિલો
મકાઈ : 82 કેન્દ્રો → 1,864 કિલો
રાગી : 19 કેન્દ્રો → 903 કિલો
ખરીદીનો સમયગાળો
24 નવેમ્બર 2025 થી 31 જાન્યુઆરી 2026 સુધી
કેન્દ્ર સરકારના જાહેર કરેલા MSP (પ્રતિ ક્વિન્ટલ)
ડાંગર (સામાન્ય) : ₹2,369
ડાંગર (ગ્રેડ-A) : ₹2,389
બાજરી : ₹3,075
જુવાર (હાઇબ્રિડ) : ₹3,999
જુવાર (માલ્ડિંગ) : ₹4,049
મકાઈ : ₹2,400
રાગી : ₹5,186
કૃષિ મંત્રી જીતુ વાઘાણીએ જણાવ્યું કે, “આ યોજના દ્વારા ખેડૂતોને ન્યાયી ભાવ મળશે અને MSP પર ખરીદેલો મોટાભાગનો જથ્થો NFSA અને પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના હેઠળ રાજ્યના 74 લાખ રાશનકાર્ડ ધારકોને મફત અનાજ તરીકે વહેંચવામાં આવશે.”આ પહેલથી ખેડૂતો અને ગરીબ પરિવારો બંનેને સીધો લાભ મળશે. ખેડૂતોએ i-Khedut પોર્ટલ પર નોંધણી કરાવવાની રહેશે.




















