Gujarat MSP groundnut purchase: આ વર્ષે કમોસમી વરસાદે ખરીફ પાકને ભારે નુકસાન પહોંચાડ્યું હતું. સપ્ટેમ્બર-ઓક્ટોબરમાં ધોધમાર વરસાદથી લાખો ખેડૂતોનો પાક અડધો કે સંપૂર્ણ રીતે નાશ પામ્યો હતો. આ મુશ્કેલ સમયમાં ગુજરાત સરકારે ખેડૂતોની પડખે ઊભા રહીને ઝડપથી બે મોટાં રાહત પેકેજ તથા લઘુત્તમ ટેકાના ભાવ (MSP) પર રેકોર્ડ સ્તરની ખરીદી શરૂ કરી છે.
માત્ર 11 દિવસમાં ₹1,177 કરોડની મગફળી ખરીદી 1.62 લાખ ટન મગફળીની સરકારી ખરીદી પૂર્ણ 70,000થી વધુ ખેડૂતોને તાત્કાલિક રોકડ લાભ 9.31 લાખથી વધુ ખેડૂતોએ MSP યોજનામાં રજિસ્ટ્રેશન કરાવ્યું
મગફળીનો MSP દર: ₹7,263 પ્રતિ ક્વિન્ટલ
આ ઉપરાંત મગ, ચણા અને સોયાબીનની પણ MSP પર ખરીદી ચાલુ
મગ: ₹8,768/ક્વિન્ટલ
ચણા: ₹7,800/ક્વિન્ટલ
સોયાબીન: ₹5,328/ક્વિન્ટલ
આખી ખરીફ સિઝન માટે સરકારે ₹15,000 કરોડની જંગી યોજના તૈયાર કરી છે, જેથી ખેડૂતોને બજારના નીચા ભાવનો ડર ન રહે.
વરસાદથી પ્રભાવિત ખેડૂતોને બે મોટાં રાહત પેકેજ
₹10,000 કરોડનું પેકેજ – 10 લાખથી વધુ ખેડૂતોએ નોંધણી કરાવી
₹1,138 કરોડનું પેકેજ, – 1.25 લાખ ખેડૂતોએ રજિસ્ટ્રેશન કરાવ્યું.
નુકસાનનું સીધું વળતર
આ બંને પેકેજ હેઠળ પાકના નુકસાનનું સીધું વળતર ખેડૂતોના ખાતામાં જમા થશે.ખેડૂતોમાં નવો વિશ્વાસ જાગ્યો, નિષ્ણાતોના મતે આ ત્વરિત પગલાં ફક્ત હાલની સમસ્યાનો ઉકેલ જ નથી, પરંતુ ભવિષ્યમાં પણ ખેડૂતોને “પાક વેચાશે તો નુકસાન નહીં થાય” એવી ખાતરી આપશે. MSPની મજબૂત ખરીદીથી બજારમાં પણ ભાવ સ્થિર રહેવાની શક્યતા વધી છે.ગુજરાત સરકારના આ સક્રિય પગલાંએ ખેડૂતોની આંખમાં આશાનો દીવો પ્રગટાવ્યો છે અને રાજ્યના અન્નદાતાઓને મોટી આર્થિક રાહત આપી છે.




















