logo-img
Date Of 21st Installment Of Pm Kisan Announced

PM કિસાનના 21માં હપ્તાની તારીખ જાહેર : 9 કરોડથી વધુ ખેડૂતોને લાભ! જાણો કોણ રહેશે બાકાત?

PM કિસાનના 21માં હપ્તાની તારીખ જાહેર
Published by: Offbeat Team
| Last Updated: Nov 16, 2025, 05:50 AM IST

પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના (PM કિસાન) હેઠળ 21મો હપ્તો 19 નવેમ્બર, 2025ના રોજ જારી થશે. કેન્દ્ર સરકાર DBT દ્વારા 9 કરોડથી વધુ ખેડૂતોના ખાતામાં ₹2,000 સીધા ટ્રાન્સફર કરશે. વડા પ્રધાન નરેન્દ્ર મોદી આ હપ્તો વ્યક્તિગત રીતે રિલીઝ કરશે.

મુખ્ય અપડેટ્સ

રિલીઝ તારીખ: 19 નવેમ્બર, 2025

લાભાર્થીઓ: 9 કરોડ+ ખેડૂતો

કુલ રકમ: આશરે ₹18,000 કરોડ

હપ્તાની રકમ: ₹2,000 પ્રતિ ખેડૂત

ચૂંટણી અને તકનીકી કારણોસર પેન્ડિંગ રહેલો આ હપ્તો હવે નિર્ધારિત સમયે આવશે. સત્તાવાર વેબસાઇટ pmkisan.gov.in પર અપડેટ થઈ ગયું છે.

કોણ રહેશે બાકાત?

આ હપ્તો મેળવવા e-KYC, જમીન રેકોર્ડ અને બેંક વિગતો અપડેટ હોવા જરૂરી છે. નીચેની ભૂલો હોય તો પૈસા અટકશે:e-KYC અધૂરું

જમીન રેકોર્ડમાં ભૂલ

આધાર-બેંક લિંક નહીં

બેંક ખાતું બંધ અથવા IFSC બદલાયેલ

સ્ટેટસ ચેક કરો: pmkisan.gov.in પર આધાર નંબર દાખલ કરીને તપાસો.

PM કિસાન યોજના: ખેડૂતો માટે જીવાદોરી

શરૂઆત: 2019

વાર્ષિક સહાય: ₹6,000 (ત્રણ હપ્તામાં ₹2,000)

હપ્તાનો સમય: એપ્રિલ-જુલાઈ

ઓગસ્ટ-નવેમ્બર

ડિસેમ્બર-માર્ચ

લાભ: ખાતર, બીજ, સાધનોના ખર્ચમાં મદદ. DBTથી વચેટિયા દૂર, 100% પારદર્શિતા.

પૈસા કેવી રીતે આવશે?

DBT દ્વારા સીધા બેંક ખાતામાં

પુષ્ટિ: SMS અથવા પાસબુક ચેક કરો

સમય: રિલીઝના થોડા કલાકમાં જમા

Join WhatsappWhatsapp ચેનલ સાથે જોડાઓ
Join WhatsappJoin Now