logo-img
Kisan Credit Card Livestock Farmers Kcc Pashupalan Apply Documents Benefits

ફક્ત ખેડૂતોને જ નહીં મળે Kisan Credit Card! : આ લોકોને પણ મળશે KCC નો લાભ, જાણો કેવી રીતે કરવું એપ્લાય

ફક્ત ખેડૂતોને જ નહીં મળે Kisan Credit Card!
Published by: Offbeat Team
| Last Updated: Nov 07, 2025, 08:07 AM IST

Kisan Credit Card for Pashupalan: ઘણા લોકો માને છે કે કિસાન ક્રેડિટ કાર્ડ ફક્ત ખેતી કરતાં ખેડૂતોને લાભ આપવા માટે જ છે, પરંતુ તમને જણાવી દઈએ કે, જો તમે પશુપાલક છો, તો આ સુવિધા તમારી માટે પણ ફાયદાકારક સાબિત થઈ શકે છે. પશુપાલન અને ડેરી વિભાગો જણાવ્યું કે જો તમે પશુપાલન કરો છો તો તમે પણ આ સુવિધા માટે હકદાર છો.

પશુપાલન અને ડેરી વિભાગે આપી માહિતી

પશુપાલન અને ડેરી વિભાગે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર માહિતી આપી હતી કે જો તમે ગાય, ભેંસ, બકરી અથવા મરઘાં પાળો છો, તો તમે કિસાન ક્રેડિટ કાર્ડ (KCC) ની સુવિધા મેળવી શકો છો .

કિસાન ક્રેડિટ કાર્ડ માટે અરજી કરવી સરળ બની શકે છે. આ સુવિધા મેળવવા માટે તમે તમારી નજીકની બેંક શાખાની મુલાકાત લઈ શકો છો. તમે CSC સેન્ટર અથવા PACS દ્વારા પણ KCC માટે અરજી કરી શકો છો. પશુપાલન અને ડેરી વિભાગે જણાવ્યું છે કે તમારે જરૂરી દસ્તાવેજોની જરૂર પડશે. અરજી કરવા માટે, તમારે તમારા આધાર કાર્ડ, બેંક પાસબુક અને પશુપાલન માહિતી રાખવી પડશે.

પશુપાલન અને ડેરી વિભાગ દ્વારા સોશિયલ મીડિયા પોસ્ટ મુજબ, પશુપાલકોને KCC થી ફાયદો થઈ રહ્યો છે. ઘણા પશુપાલકોએ કિસાન ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરીને માત્ર ચારો જ ખરીદ્યો નથી, પરંતુ તેમના પ્રાણીઓના સ્વાસ્થ્યમાં પણ સુધારો કર્યો છે અને નવા પ્રાણીઓ ઉમેર્યા છે. KCC એ માત્ર પશુપાલકોની આવક જ નહીં પરંતુ તેમની અપેક્ષાઓમાં પણ વધારો કર્યો છે.

Join WhatsappWhatsapp ચેનલ સાથે જોડાઓ
Join WhatsappJoin Now