રુસના -યુક્રેન યુદ્ધએ વૈશ્વિક વેપારના નકશાને બદલી નાખ્યો છે. એક સમયે યુક્રેન ભારતનો સૌથી મોટો સૂર્યમુખી તેલ સપ્લાયર હતું, પરંતુ હવે રશિયાએ તેની જગ્યા લઈ લીધી છે. 2021માં માત્ર 10% આયાત રશિયાથી આવતી હતી, જે 2024 સુધીમાં 56% સુધી પહોંચી ગઈ છે. છેલ્લા ચાર વર્ષમાં રશિયન સૂર્યમુખી તેલની આયાત 12 ગણી વધી છે!
યુદ્ધની અસર
યુક્રેનનું તેલ યુરોપ તરફ વળ્યું, યુદ્ધ પછી યુક્રેનના બંદરો પર હુમલા અને લોજિસ્ટિક્સની મુશ્કેલીઓએ તેની નિકાસને અસર કરી.
મોટાભાગનું સૂર્યમુખી તેલ યુરોપ મોકલવામાં આવ્યું, કારણ કે ભારત સુધી પહોંચવા માટે રેલ અને માર્ગ ખર્ચમાં નોંધપાત્ર વધારો થયો.
પરિણામે, ભારત માટે યુક્રેનિયન તેલ મોંઘું અને અનિશ્ચિત બન્યું.
રશિયાએ ઝડપી તક
સ્થિર સપ્લાય ચેઇનનો લાભરશિયાના દરિયાઈ બંદરો પર કોઈ અવરોધ નહીં – સીધી અને વિશ્વસનીય ડિલિવરી.
2024માં ભારતે રશિયાથી 2.09 મિલિયન ટન તેલ આયાત કર્યું – 2021ની સરખામણીએ બાર ગણું.
સ્પર્ધાત્મક ભાવ અને મોટા પાકનો લાભ ઉઠાવીને રશિયાએ ભારતીય બજાર કબજે કર્યું.
ભારતની ખાદ્ય તેલની નિર્ભરતા
60% આયાત પર ભારતમાં સ્થાનિક ઉત્પાદન માત્ર 5% થી ઓછું.
પામ તેલ (50%), સોયાબીન અને સૂર્યમુખી તેલ મળીને બાકીની જરૂરિયાત પૂરી કરે છે. 1990ના દાયકામાં સસ્તા આયાતી તેલના પ્રવાહથી ખેડૂતોએ સૂર્યમુખીની ખેતી ઘટાડી દીધી.રશિયન હિસ્સો 55-60% રહેશે જોકે કુલ આયાતમાં 13% ઘટાડો અને કિંમતોમાં વધારો થવાની આશંકા છે, તેમ છતાં રશિયાનો હિસ્સો 55-60% આસપાસ રહેવાની ધારણા છે. આ ભારત-રશિયા વચ્ચેના વધતા વેપારી સંબંધોનું પ્રતીક છે.
યુએસનું દબાણ અને ભારતની વ્યૂહરચના
યુએસ રશિયન તેલ (કાચું અને ખાદ્ય) ખરીદવા પર ભારતને સતત દબાણ કરે છે. પરંતુ આ આંકડા દર્શાવે છે કે ભારત સ્થિરતા અને આર્થિક લાભને પ્રાધાન્ય આપી રહ્યું છે.યુદ્ધની અનિશ્ચિતતામાં રશિયાએ ભારતની ખાદ્ય સુરક્ષામાં મહત્વની ભૂમિકા અદા કરી છે. આ નવો વેપારી અધ્યાય ભારત-રશિયા સંબંધોની મજબૂતીનો સંકેત આપે છે.




















