ચક્રવાત 'મોન્થા'એ તેલંગાણા, આંધ્રપ્રદેશ અને કર્ણાટકના કપાસ ખેડૂતોના જીવનમાં આફત લાવી દીધી છે. સિઝનની શરૂઆતમાં જ ભારે વરસાદે પાકને ભારે નુકસાન પહોંચાડ્યું છે, જેનાથી ઉત્પાદન અને ગુણવત્તા બંને પર પ્રહાર થયો છે. વરસાદે ગાંસડીઓને ભીંજવી, ખેડૂતોની ચિંતા વધારી, ઓગસ્ટ-સપ્ટેમ્બરના અનિયમિત વરસાદ પછી 'મોન્થા'એ તેલંગાણામાં કપાસના પાકને વધુ નુકાસાન કર્યું. વારંગલના એક ખેડૂતે જણાવ્યું "હજુ કાપણી ન થયેલા પાકને આ વરસાદે બરબાદ કર્યા, વેચાણ માટે તૈયાર ગાંસડીઓને પણ મોટું નુકસાન થયું." વધુ ભેજથી કપાસનો રંગ ઝાંખો પડી શકે છે, જેનાથી ગુણવત્તા ઘટશે અને MSP કરતાં ઓછા ભાવ મળશે. CCI મુજબ, ખરીદી માટે ભેજ 8-12%ની વચ્ચે હોવું જરૂરી છે.
કયા રાજ્યોમાં સૌથી વધુ અસર?
તેલંગાણા: 1.81 લાખ હેક્ટર પાક પ્રભાવિત
કપાસમાં 61,000 હેક્ટર, ડાંગરમાં 1.14 લાખ હેક્ટર નુકસાન.
આંધ્રપ્રદેશ: અંદાજે ₹820 કરોડનું કુલ નુકસાન
કપાસ ઉપરાંત ડાંગર, સોયાબીન અને મકાઈ પણ અસરગ્રસ્ત.
કર્ણાટક: યાદગીર, જુવર્ગી અને શાહપુરમાં ગુણવત્તા-ઉત્પાદન પર અસર; રાયચુર વિસ્તારમાં પાક સુરક્ષિત. સોર્સિંગ એજન્ટ રામાનુજ દાસ બૂબે કહે: "સારી ઉપજની અપેક્ષા હતી, પણ વરસાદે બધું બદલી નાખ્યું. પુર્ણ મૂલ્યાંકન હવામાન સાફ થયે પછી જ શક્ય."
10-15% પાકને આંશિક નુકસાન, લણણીમાં વિલંબ
મહારાષ્ટ્ર, ગુજરાત અને તેલંગાણામાં ખેડૂતોએ 10-15% પાકને આંશિક નુકસાનની જાણ કરી. દૈનિક આવક માત્ર 70,000-90,000 ગાંસડી, જે સામાન્ય કરતાં ઘણી ઓછી. અનિયમિત વરસાદથી લણણી વિલંબિત, બજારમાં અનિશ્ચિતતા વધી. વેપારીઓ મિશ્ર ગુણવત્તા અને મર્યાદિત પુરવઠાની વચ્ચે ભાવ સ્થિર રાખી રહ્યા છે. 2025-26 સિઝનની શરૂઆતમાં જ ખેડૂતોની મુશ્કેલીઓ વધી ગઈ છે.




















