International Cashew Day: દર વર્ષે 23 નવેમ્બરે આંતરરાષ્ટ્રીય કાજુ દિવસ ઉજવવામાં આવે છે. આ દિવસે કાજુના પૌષ્ટિક મહત્વ તેમજ તેના ઉત્પાદન-વેપારને પ્રોત્સાહન આપવામાં આવે છે. કાજુ પ્રોટીન, સ્વસ્થ ચરબી, વિટામિન અને ખનિજોથી ભરપૂર હોય છે. તે મગજને તીક્ષ્ણ બનાવે, હાડકાં મજબૂત કરે, હૃદયને સ્વસ્થ રાખે અને તુરંત ઊર્જા આપે છે. મીઠાઈથી લઈને નમકીન સુધી – દરેક ઋતુમાં તેનો સ્વાદ અનેરો લાગે છે.
વિશ્વમાં કાજુનો સૌથી મોટો ઉત્પાદક કોણ?
2022ના આંકડા પ્રમાણે, આફ્રિકાનો દેશ કોટ-ડિવોઇર (Ivory Coast) વિશ્વનો સૌથી મોટો કાચા કાજુ ઉત્પાદક છે. અહીં વાર્ષિક લગભગ 9.70 લાખ ટન કાચા કાજુનું ઉત્પાદન થાય છે, જે વૈશ્વિક ઉત્પાદનના લગભગ 25% જેટલો હિસ્સો છે. તેની પાછળ વિયેતનામ અને ભારતનો ક્રમ આવે છે.ભારતમાં કાજુની ખેતી ક્યાં-ક્યાં થાય છે?ભારત વિશ્વના ટોચના કાજુ ઉત્પાદક અને નિકાસકાર દેશોમાં સ્થાન ધરાવે છે.
દેશના કુલ કાજુ ઉત્પાદનમાં 90% હિસ્સો માત્ર આ છ રાજ્યોનો છે.
મહારાષ્ટ્ર
આંધ્રપ્રદેશ
ઓડિશા
કર્ણાટક
કેરળ
તમિલનાડુ
આ રાજ્યોમાં પરંપરાગત તેમજ વાણિજ્યિક ધોરણે મોટા પાયે કાજુની ખેતી થાય છે અને ખેડૂતોને સારી આવક પણ મળે છે.
કાજુ ક્યા પ્રકારના વાતાવરણમાં ઉગે છે?
કાજુ ઉષ્ણકટિબંધીય પાક છે. તેને 24-28°C તાપમાન, સારી રીતે પાણી નીકળી જાય તેવી જમીન અને ઓછામાં ઓછા 4-6 મહિનાની સૂકી ઋતુની જરૂર પડે છે. અત્યંત ઠંડા કે હિમવર્ષાવાળા વિસ્તારોમાં કાજુનો છોડ ટકી શકતો નથી અને પાણી ભરાય તો જીવાત-રોગનું જોખમ વધે છે.આ વર્ષે આંતરરાષ્ટ્રીય કાજુ દિવસ પર તમારા મનપસંદ કાજુનો પેકેટ ખોલીને એક મુઠ્ઠી ખાઓ અને એ ખેડૂતોને પણ યાદ કરો જેમના પરિશ્રમથી આ સ્વાદિષ્ટ અને પૌષ્ટિક મેવો આપણી થાળી સુધી પહોંચે છે!




















