GMERS College Ragging Case : ગાંધીનગરની GMERS મેડિકલ કોલેજના બોયઝ હોસ્ટેલમાં રેગિંગની ગંભીર ઘટના મામલે કડક કાર્યવાહી હાથ ધરી છે. હોસ્ટેલમાં ત્રીજા વર્ષના 7 વિદ્યાર્થીઓએ પ્રથમ વર્ષના વિદ્યાર્થીને બોલાવી હેરાન-પરેશાન કરતા હતા. સિનિયર વિદ્યાર્થી જુનિયર વિદ્યાર્થીઓને માનસિક રીતે ત્રાસ આપતા હોય તેવી ફરિયાદ ડીનને મળી હતી. આ ફરિયાદ બાદ તરત જ CCTV ફૂટેજ ચકાસવામાં આવ્યા, જેમાં ત્રીજા અને બીજા વર્ષના કેટલાક વિદ્યાર્થીઓ પ્રથમ વર્ષના વિદ્યાર્થીને સતત હેરાન કરતા હોવાના પુરાવા મળ્યા હતા.
'ત્રીજા વર્ષના 7 વિદ્યાર્થીઓને 2 વર્ષ માટે સસ્પેન્ડ કર્યા'
મંત્રી પ્રફુલ પાનસેરિયાએ આ મામલાને અત્યંત ગંભીર ગણાવતા કહ્યું કે, 'ત્રીજા વર્ષના 7 વિદ્યાર્થીઓને 2 વર્ષ માટે સસ્પેન્ડ કર્યા છે, જ્યારે આ ઘટનામાં સામેલ અન્ય વિદ્યાર્થીઓને 6 મહિના માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. વિભાગે આ પગલાને ઉદાહરણરૂપ સજા ગણાવી સ્પષ્ટ ચેતવણી આપી છે કે, ભવિષ્યમાં આવું કૃત્ય કોઈપણ સંજોગોમાં ચાલવાઈ લેવામાં આવશે નહીં'
'માનવતા તમારું પ્રથમ ગુણ હોવું જોઈએ'
મંત્રી પ્રફુલ પાંશેરિયાએ પણ આ ઘટનાને લઈને કડક પ્રતિક્રિયા આપી હતી. તેમણે સ્પષ્ટ જણાવ્યું કે, વિદ્યાર્થીઓ અહીં પોતાના માતા–પિતાના સપના સાકાર કરવા માટે અભ્યાસ કરવા આવે છે, તેમને હેરાન-પરેશાન કરવું કે માનસિક ત્રાસ આપવો બિલકુલ અયોગ્ય છે. મંત્રીએ વધુમાં ઉમેર્યું કે, 'તમે ડોક્ટર બનવા જઈ રહ્યા છો, માનવતા તમારું પ્રથમ ગુણ હોવું જોઈએ'




















