કૉંગ્રેસના ધારાસભ્ય જિગ્નેશ મેવાણીના તાજેતરના નિવેદનને લઈને પોલીસ પરિવારમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે. ધારાસભ્ય મેવાણીએ થરાદમાં પોલીસને ગર્ભીત ચીમકી આપી હતી. તેમણે 'પોલીસકર્મીના પટ્ટા ઉતારી દઈશ” જેવા શબ્દો ઉચ્ચાર્યા હતા,
પોલીસ પરિવારોમાં રોષ
જિગ્નેશ મેવાણીના આ નિવેદન બાદ રાજ્યભરના પોલીસ કર્મચારીઓ અને તેમના પરિવારજનોમાં આક્રોશની લાગણી ફેલાઈ છે. આ નિવેદનને પોલીસ દળની માન-મર્યાદા પર સીધો પ્રહાર માનવામાં આવી રહ્યો છે.
“જિગ્નેશ મેવાણી રાજીનામું આપે”
ભુજમાં પોલીસ પરિવારો એકત્ર થઈ રેલી યોજી હતી, જેમાં તેમણે “જીગ્નેશ મેવાણી હાય હાય” અને “જિગ્નેશ મેવાણી રાજીનામું આપે” જેવા બેનરો સાથે પોતાનો વિરોધ નોંધાવ્યો હતો. રેલી બાદ પોલીસ પરિવારે કલેકટરને આવેદન પત્ર આપી કડક કાર્યવાહી કરવાની માંગણી કરી છે. મેવાણીના નિવેદનને લઈને પોલીસ પરિવારોમાં હજુ પણ ભારે રોષ છે. રાજ્યના વિવિધ વિસ્તારોમાં પોલીસ પરિવાર દ્વારા વિરોધનો સૂર જોવા મળી રહ્યો છે.




















