Home Gujarat Cm Booster Dose To South Gujarats Tourism Surat Tapi Navsari Dang

CMનો દક્ષિણ ગુજરાતનાં ટુરિઝમને બૂસ્ટર ડોઝ! : હવે આંખનાં પલકારામાં પહોંચી જશો આ જિલ્લાઓના ટુરિસ્ટ સ્પોટ પર

CMનો દક્ષિણ ગુજરાતનાં ટુરિઝમને બૂસ્ટર ડોઝ!
Published by: OBS Bureau
| Last Updated: Mar 17, 2026, 11:35 AM IST

આંખના પલકારામાં અંતરિયાળ પ્રવાસન સ્થળોએ પહોંચી જશો

હવે દક્ષિણ ગુજરાતના ટુરિસ્ટ સ્પોટ પર પહોંચવા કરાઈ ખાસ વ્યવસ્થા

સુરત, તાપી, ડાંગ, નવસારીના ટુરિસ્ટ સ્પોટ પર પહોંચતા નહીં લાગે સમય

ગાંધીનગર, 17 માર્ચ, 2026: ઐતિહાસિક અમદાવાદ-દાંડી હેરિટેજ રૂટ, પારસી ટૂરિઝમ સર્કિટ, સુરત, તાપી, ડાંગ અને નવસારીની ઇકો-ટુરિઝમ સાઇટો અને ધાર્મિક સ્થળોને સાંકળતા રસ્તાઓ પહોળા અને અપગ્રેડ કરવા મુખ્યમંત્રીએ માતબર રકમ મંજૂર કરી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીનાં નેતૃત્વમાં ભારતના પ્રવાસન ક્ષેત્રએ વર્ષ 2024માં વિદેશથી આવતા પ્રવાસીઓમાં 14.85 ટકા જેટલો જબદરસ્ત વધારો થયો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલનાં નેતૃત્વમાં ભારતમાં ગુજરાતનું પ્રવાસન ક્ષેત્ર વિશેષ ઉભરી આવ્યું છે. સૌથી વધારે વિદેશી પ્રવાસીઓને આકર્ષવામાં ગુજરાત દેશભરમાં ત્રીજા નંબરે રહ્યું છે.

જો તમે અમદાવાદ, વડોદરા કે સુરત જેવા શહેરમાં રહો છો અને વીકએન્ડમાં દક્ષિણ ગુજરાતનાં પ્રાકૃતિક જંગલો અને પ્રવાસન સ્થળોએ જવુ છે તો હવે લાંબા આયોજનની જરૂર નહી પડે, આંખનાં પલકારામાં પહોંચી જશો. રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલે દક્ષિણ ગુજરાતમાં આવેલા પ્રવાસન સ્થળોને જોડતા રસ્તાઓને પહોળા અને અપગ્રેડ કરવાનો એક બૂસ્ટર ડોઝ આપ્યો છે.

તાજેતરમાં જ મુખ્યમંત્રીએ સુરત ઇકોનોમિક રિજિયન (SER) યોજના (ફેઝ 1) અતંર્ગત સુરત, નવસારી, તાપી, વલસાડ અને ડાંગ જેવા જિલ્લાઓમાં વિવિધ રસ્તાઓ બનાવવા અને અપગ્રેડ કરવા માટે રૂ 1185 કરોડ જેટલી માતબર રકમ મંજૂર કરી છે. આ યોજનામાં પ્રવાસન સ્થળોને જોડતા રસ્તાઓ માટે પણ માતબર રકમ ફાળવવામાં આવી છે. આ યોજના અતંર્ગત જિલ્લાઓમાં માર્ગોને પહોળા કરાશે, તેને મજબૂત કરાશે. જરૂરી જગ્યાએ આ રસ્તાઓ ચાર અને છ માર્ગિય કરાશે અને કેટલાક શહેરોમાં બાયપાસ માર્ગોનું નિર્માણ કરાશે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીનાં નેતૃત્વમાં ભારતના પ્રવાસન ક્ષેત્રએ વર્ષ 2024માં વિદેશથી આવતા પ્રવાસીઓમાં 14.85 ટકા જેટલો જબદરસ્ત વધારો થયો છે. મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઇ પટેલનાં નેતૃત્વમાં ભારતમાં ગુજરાતનું પ્રવાસન ક્ષેત્ર વિશેષ ઉભરી આવ્યું છે. સૌથી વધારે વિદેશી પ્રવાસીઓને આકર્ષવામાં ગુજરાત દેશભરમાં ત્રીજા નંબરે રહ્યું છે.

સુરતના સુવાલી બીચ પર સહેલાઇથી પહોંચી શકશો:

સુરતનાં દરિયાકાંઠે આવેલા મોરા–સુવાલી બીચ માર્ગનો વિકાસ કરાશે આથી, સુવાલી બીચ સુધી પહોંચવું વધુ સરળ બનશે. સુવાલી બીચ સુરત જિલ્લાના મહત્વપૂર્ણ પ્રવાસન સ્થળ તરીકે વિકસ્યુ છે અને અહીં યોજાતો “સુવાલી બીચ ફેસ્ટિવલ” આકર્ષણનું કેન્દ્ર બન્યો છે. માર્ગના વિકાસથી પ્રવાસન પ્રવૃત્તિઓને વધુ પ્રોત્સાહન મળશે તેમજ વિસ્તારમાં આર્થિક વિકાસને ગતિ મળશે.

સુવાલી બીચ રોડ કોસ્ટર હાઈવે ફેઝ-1 અંતર્ગત 10.૦૦ મી પહોળો કરવામાં આવ્યો હતો. અને ત્યાર પછી સુવાંલી બીચનો સુરત જિલ્લાના પ્રવાસન સ્ટ્થળમાં સમાવેશ કરાયો હતો. હવે હજ્જારોની સંખ્યામાં સહેલાણીઓ આ બીચની મુલાકાત લે છે. આથી, મોરાથી સુવાલી બીચ રોડ ફોર લેન કરવામાં આવશે.

ઐતિહાસિક અમદાવાદ-દાંડી હેરિટેજ રૂટ પહોળો કરાશેઃ

મહાત્મા ગાંધીની ઐતિહાસિક દાંડીયાત્રાનાં રૂટ પર હવે સહેલાઇથી પ્રવાસ કરી શકાશે. અમદાવાદ-દાંડી હેરિટેજ રૂટ- પર આવતા કદરામા, એરથાણ, ટકરામા, ભટગામ, મોહમ્મંદપુરા, ગોલા, સાંધિયેર, ગામને આ રસ્તો જોડે છે. આ રસ્તાને ત્રણ મીટરમાંથી સાત મીટર પહોળો કરાશે અને ટ્રાફિકનું ભારણ ઘટતા આ ઐતિહાસિક માર્ગ પર જવુ વધુ સુગમ બનશે.

કોસ્ટલ હાઇ-વે દ્વારા સંજાણ અને દમણ સુંધી પહોંચું બનશે આસાનઃ

વલસાડ જિલ્લામાં ઉમરસાડીથી કોલક નદી કોસ્ટલ હાઇ-વે પર કોઝ-વે બનશે. આ કોસ્ટલ હાઇ-વે વલસાડ અને દમણને જોડતો અગત્યનો રસ્તો છે. આ નયનરમ્ય રસ્તો દમણ, ઉદવાડા અગિયારી, ઉમરસાડી વોક-વે બ્રિજ વગેરે પ્રવાસન સ્થળોને જોડતો રસ્તો છે. હયાત 10 મીટર રસ્તાને હવે પહોળો કરીને ફોન-લેન કરવામાં આવશે.

ડાંગનું પ્રાકૃતિક સૌંદર્ય હવે શહેરોથી દૂર નથીઃ

ગુજરાતનો અતંરિયાળ ગણાતો આદિવાસી વસ્તી ધરાવતો ડાંગ જિલ્લો હવે દૂર નહી લાગે. તેની પ્રાકૃતિક સુંદરતા જોવા માટે થોડી જ વારમાં પહોંચી શકાશે. ડાંગમાં વઘઇથી આહવા જવાનો રાજ્ય ધોરીમાર્ગ ડાંગ જિલ્લાનાં અન્ય ગામોને જિલ્લા મથક સાથે જોડે છે અને પ્રવાસન તથા યાત્રાધામની દ્રષ્ષ્ટએ ઘણી અગત્યતા ધરાવે છે. આ રસ્તો શબરીધામ, પંપા સરોવર, અગ્નિનકુંડ, પાંડવ ગુફા, વગેરે જેવા પવિત્ર યાત્રાધામાં તથા ડોન હિલ સ્ટ્ટેશન, મહાલ કેમ્પ સાઇટ, , દેવનીમાળ કેમ્પ સાઇટટ, સાપુતારા હીલ સ્ટેશન તેમજ સ્ટેચ્યૂ ઓફ યુનિટિ થી સાપુતારા જેવા પ્રવાસન સ્થળો માટે અત્યંત મહત્વનો રસ્તો છે. આ રસ્તો હવે ચાર-માર્ગીય થશે અને લોકો ઝડપથી અતંરિયાળ વિસ્તારમાં આવેલા પ્રવાસન સ્થળોએ ઝડપથી પહોંચી શકશે.

રજવાડી નગર ધરમપુર હવે હાથવેંતમાંઃ

આવી જ રીતે, ચીખલીથી ખેરગામ થઇને ધરમપુર જતા રસ્તાને ચાર માર્ગીય કરવામાં આવશે અને ધરમપુર જવુ વધુ સરળ બનશે. આ રસ્તો પહોળો થતા ચોમાસામાં પ્રકૃતિના ખોળે આવેલા ધરમપુર અને વિલ્સન હીલ જેવા પ્રવાસન સ્થળોએ ઝડપથી પહોંચી શકાશે. દક્ષિણ ગુજરાતનાં પ્રાકૃતિક સૌંદર્યથી ભરપૂર એવા પ્રવાસન અને યાત્રાધામો જેવા કે, કેવડી ઇકો-ટુરીઝમ સાઇટ (માંડવી), પદમડુંગરી ઇકો-ટુરિઝમ સાઇટ (ડોલવણ), ઉનાઇ મંદિર (વાસંદા), વઘઇ બોટનિકલ ગાર્ડન, વાસંદા નેશનલ પાર્ક (વાંસદા), પુર્ણા વન્યજીવ અભ્યારણ્ય, અને ગીરા ધોધ જેવા અનેક સ્થળોએ માનવ મહેરામણ ઉમટી પડે છે. પ્રવાસન સ્થળોનાં વિકાસની સાથે સાથે સ્થાનિક લોકોને રોજગારી મળશે અને સરકારનાં સૌના સાથ અને સૌના વિકાસનાં મંત્રને નવી ઉર્જા મળશે.

Join WhatsappWhatsapp ચેનલ સાથે જોડાઓ
Join WhatsappJoin Now

પાલનપુર હાઇવે પર એન્ટી નાર્કોટિક્સ ટાસ્ક ફોર્સનો સપાટો: લાખોની કિંમતના ૨૩૨ ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સ સાથે બે ઝડપાયા

પાલનપુર હાઇવે પર એન્ટી નાર્કોટિક્સ ટાસ્ક ફોર્સનો સપાટો

છેલ્લા 3 વર્ષમાં 24 પીડિતાઓને ન્યાય: ગાંધીનગરની 16 વર્ષીય દુષ્કર્મ પીડિતાને ગુજરાત હાઈકોર્ટે આપી ગર્ભપાતની મંજૂરી; પેનલમાં હશે સિનિયર ડોક્ટરોની ટીમ

છેલ્લા 3 વર્ષમાં 24 પીડિતાઓને ન્યાય

બુલેટ ટ્રેન સ્ટેશનોમાં ઝડપી પ્રગતિ: MMI અને વર્લ્ડ-ક્લાસ પ્લાઝા વિકાસ ચાલુ, જાણો શું છે તૈયારી

બુલેટ ટ્રેન સ્ટેશનોમાં ઝડપી પ્રગતિ

ગુજરાત ન્યાયતંત્રમાં મોટી કાર્યવાહી: હાઈકોર્ટની ભલામણ બાદ 5 જજને ફરજિયાત નિવૃત્ત કરાયા

ગુજરાત ન્યાયતંત્રમાં મોટી કાર્યવાહી

વડોદરાના વારસિયામાં વડના ઝાડ પર ગળેફાંસો ખાઈ મહિલાએ જીવન ટૂંકાવ્યું: પરિવારમાં શોકનો માહોલ

વડોદરાના વારસિયામાં વડના ઝાડ પર ગળેફાંસો ખાઈ મહિલાએ જીવન ટૂંકાવ્યું

ગુજરાત વિધાનસભામાં મેડિકલ ચેકઅપ કેમ્પ યોજાયો: ધારાસભ્યો અને પત્રકારો માટે સરકારની વિશેષ ભેટ

ગુજરાત વિધાનસભામાં મેડિકલ ચેકઅપ કેમ્પ યોજાયો

પંચમહાલના વેજલપુર નજીક ભયાનક ત્રિપલ અકસ્માત: GRD જવાન સહિત બેના મોત, અનેક ઘાયલ

પંચમહાલના વેજલપુર નજીક ભયાનક ત્રિપલ અકસ્માત

વડોદરા જેલમાં અંડરટ્રાયલ કેદીનું અચાનક મોત: પરિવારનો આક્રોશ, જેલ અને પોલીસ વિરુદ્ધ ગંભીર આરોપો

વડોદરા જેલમાં અંડરટ્રાયલ કેદીનું અચાનક મોત

ખેડૂતોના અરમાનો પર ફરી વળશે મુસીબતનું પાણી: ભરઉનાળે આવી ગઈ કમોસમી વરસાદની આગાહી, જાણો ગુજરાતમાં ક્યાં-ક્યાં પડશે વરસાદ

ખેડૂતોના અરમાનો પર ફરી વળશે મુસીબતનું પાણી

પાનોલી GIDCની કંપનીમાં પ્રચંડ બ્લાસ્ટ બાદ ભીષણ આગ: એક મહિલા ઇજાગ્રસ્ત, મોટી જાનહાનિ ટળી

પાનોલી GIDCની કંપનીમાં પ્રચંડ બ્લાસ્ટ બાદ ભીષણ આગ

'12 દિવસ એક પળ પણ ઊંઘી શક્યો નથી': બહેરીનમાં મિસાઈલ હુમલા વચ્ચે મોતને મ્હાત આપી વડોદરાનો યુવક પરત ફર્યો

'12 દિવસ એક પળ પણ ઊંઘી શક્યો નથી'

ગુજરાતમાં LPG ગેસ પુરવઠા પર સરકારનો મોટો નિર્ણય: LPG સપ્લાય 20% વધારાયો, જાણો કેટલો ફાયદો

ગુજરાતમાં LPG ગેસ પુરવઠા પર સરકારનો મોટો નિર્ણય

બહુચર્ચિત ઉના કાંડ કેસમાં પાંચ દોષિતોને સજા: સેશન્સ જજ પંડ્યા દ્વારા એટ્રોસિટી એક્ટ હેઠળ તમામને 5 વર્ષની સજા

બહુચર્ચિત ઉના કાંડ કેસમાં પાંચ દોષિતોને સજા

'Shivalik' બાદ 'Nanda Devi' પહોંચ્યું ગુજરાત: સ્ટ્રેટ ઓફ હોર્મુઝ પાર કરી LPG ભરેલા બીજા જહાજનું વાડિનાર ખાતે આગમન

'Shivalik' બાદ  'Nanda Devi' પહોંચ્યું ગુજરાત
Play Video

ગુજરાતમાં UCC લાગુ કરવાની તૈયારી: 24 માર્ચે વિધાનસભામાં બિલ રજૂ થવાની શક્યતા, જાણો શું છે લેટેસ્ટ અપડેટ

ગુજરાતમાં UCC લાગુ કરવાની તૈયારી
Play Video

સાણંદ-વિરમગામ હાઈવે પર ભયાનક ત્રિપલ અકસ્માત: થાર અને ટેન્કર ભડભડ સળગ્યા, 2 નું ભડથું

સાણંદ-વિરમગામ હાઈવે પર ભયાનક ત્રિપલ અકસ્માત
Play Video

જોખમી માર્ગ પાર કરીને ભારતીય LPG ટેન્કરોનું સુરક્ષિત આગમન: નંદા દેવી જહાજ આજે ગુજરાતમાં પહોંચશે, જાણો વધુ વિગતો

જોખમી માર્ગ પાર કરીને ભારતીય LPG ટેન્કરોનું સુરક્ષિત આગમન

₹500 કરોડનું સેટેલાઇટ પ્લાન્ટ, લોન્ચપેડ સ્થાપવાની તૈયારી: ગુજરાત સ્પેસ સેક્ટરમાં મોટું પગલું

₹500 કરોડનું સેટેલાઇટ પ્લાન્ટ, લોન્ચપેડ સ્થાપવાની તૈયારી

ટ્રાફિકની જટિલ સમસ્યામાંથી સુરતીઓને મળશે મુક્તિ!: 30 મહિનાની લાંબી રાહ જોયા બાદ શહેરનો આ બ્રિજ હવે અંતિમ ચરણમાં!

ટ્રાફિકની જટિલ સમસ્યામાંથી સુરતીઓને મળશે મુક્તિ!