Home Gujarat Ahmedabad Gseb Ssc Result 2026 Date Time Whatsapp Check

ગુજરાત બોર્ડ ધોરણ-10નું પરિણામ આવતીકાલે સવારે 8 વાગ્યે જાહેર થશે : કેવી રીતે ચેક કરશો? વોટ્સએપથી પણ મળશે રિઝલ્ટ

GSEB SSC Result 2026
Published by: Viral Patel
Last Updated: May 05, 2026, 02:29 PM IST

GSEB SSC Result 2026: ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ-10ના લાખો વિદ્યાર્થીઓની આતુરતાનો અંત આવતીકાલે આવશે. ફેબ્રુઆરી-માર્ચ 2026 દરમિયાન લેવામાં આવેલી SSC અને સંસ્કૃત પ્રથમા પરીક્ષાનું પરિણામ 6 મે, 2026ના રોજ સવારે 8 વાગ્યે જાહેર થવાનું છે. વિદ્યાર્થીઓ હવે માત્ર વેબસાઇટ જ નહીં પરંતુ વોટ્સએપ મારફતે પણ પોતાનું પરિણામ મેળવી શકશે.

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ એટલે કે Gujarat Secondary and Higher Secondary Education Board દ્વારા ધોરણ-10 (SSC) તેમજ સંસ્કૃત પ્રથમા પરીક્ષાનું પરિણામ જાહેર કરવાની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. બોર્ડ અનુસાર પરિણામ આવતીકાલે એટલે કે 6 મે, 2026ના રોજ સવારે 8:00 વાગ્યે ઓનલાઈન જાહેર કરવામાં આવશે.

આ વર્ષે રાજ્યભરમાંથી લાખો વિદ્યાર્થીઓએ ધોરણ-10ની પરીક્ષા આપી હતી. પરીક્ષા પૂર્ણ થયા બાદથી જ વિદ્યાર્થીઓ, વાલીઓ અને શાળાઓમાં પરિણામ અંગે ભારે ઉત્સુકતા જોવા મળી રહી હતી. હવે પરિણામ જાહેર થવાની તારીખ અને સમય જાહેર થતા વિદ્યાર્થીઓમાં ઉત્સાહ સાથે થોડી ગભરાટની લાગણી પણ જોવા મળી રહી છે.

અમદાવાદના ચાંદખેડા ખીરા કેસમાં નવો વળાંક : અઢી મહિનાની બાળકી રાહાના મોત અંગે સામે આવ્યો PM રિપોર્ટ

કેવી રીતે ચેક કરશો GSEB SSC Result 2026?

વિદ્યાર્થીઓ પોતાનું પરિણામ બોર્ડની સત્તાવાર વેબસાઇટ પર જઈ સરળતાથી મેળવી શકશે. પરિણામ જોવા માટે વિદ્યાર્થીઓએ પોતાની બેઠક સંખ્યા (Seat Number) દાખલ કરવાની રહેશે. પરિણામ જાહેર થયા બાદ વેબસાઇટ પર ભારે ટ્રાફિક રહેવાની શક્યતા હોવાથી વિદ્યાર્થીઓને ધીરજ રાખવાની સલાહ આપવામાં આવી છે.

પરિણામ ચેક કરવાની પ્રક્રિયા નીચે મુજબ રહેશે,,,

  • GSEBની સત્તાવાર વેબસાઇટ પર જવું

  • SSC Result 2026 લિંક પર ક્લિક કરવું

  • બેઠક ક્રમાંક દાખલ કરવો

  • Submit પર ક્લિક કરતા પરિણામ સ્ક્રીન પર દેખાશે

  • ભવિષ્ય માટે પ્રિન્ટ અથવા સ્ક્રીનશોટ સાચવી રાખવો

વિદ્યાર્થીઓને સલાહ આપવામાં આવી રહી છે કે ઓનલાઈન મળતી માર્કશીટ પ્રાથમિક ગણાશે, જ્યારે મૂળ માર્કશીટ બાદમાં શાળા મારફતે આપવામાં આવશે.

વોટ્સએપથી પણ જાણી શકશો પરિણામ

આ વર્ષે પણ બોર્ડે વિદ્યાર્થીઓને વધુ સરળતા આપવા માટે વોટ્સએપ સેવા ચાલુ રાખી છે. વિદ્યાર્થીઓ પોતાના મોબાઇલમાંથી 6357300971 નંબર પર પોતાનો બેઠક ક્રમાંક મોકલીને સીધું પરિણામ મેળવી શકશે. ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારો અથવા વેબસાઇટ પર વધુ ટ્રાફિકની સ્થિતિમાં આ સેવા ખૂબ ઉપયોગી સાબિત થઈ શકે છે. તાજેતરના વર્ષોમાં બોર્ડ દ્વારા ડિજિટલ સુવિધાઓમાં વધારો કરવામાં આવ્યો છે, જેથી વિદ્યાર્થીઓને ઝડપથી અને સરળ રીતે માહિતી મળી શકે. વોટ્સએપ આધારિત પરિણામ સેવા વિદ્યાર્થીઓ અને વાલીઓ વચ્ચે લોકપ્રિય બની રહી છે.

પરિણામ બાદ શું રહેશે આગળની પ્રક્રિયા?

ધોરણ-10નું પરિણામ જાહેર થયા બાદ વિદ્યાર્થીઓ માટે આગળના અભ્યાસની પસંદગી મહત્વપૂર્ણ બની જશે. સાયન્સ, કોમર્સ, આર્ટ્સ તેમજ ડિપ્લોમા જેવા વિવિધ વિકલ્પો વિદ્યાર્થીઓ માટે ખુલ્લા રહેશે. પરિણામના આધારે વિદ્યાર્થીઓ પોતાની કારકિર્દીનો આગામી માર્ગ પસંદ કરશે. શિક્ષણ નિષ્ણાતોના મત અનુસાર વિદ્યાર્થીઓએ માત્ર ગુણોને આધારે નિર્ણય ન લઈ પોતાની રસ અને ક્ષમતાને ધ્યાનમાં રાખીને સ્ટ્રીમ પસંદ કરવી જોઈએ. ખાસ કરીને છેલ્લા કેટલાક વર્ષોમાં સ્કિલ આધારિત કોર્સ અને ટેક્નિકલ શિક્ષણ પ્રત્યે વિદ્યાર્થીઓનો રસ વધ્યો છે.

સુરતમાં કરુણ ઘટના! : લિંબાયતમાં ઝાડા-ઉલટીએ માસૂમનો ભોગ લીધો, 6 વર્ષીય બાળકનું મોત

વિદ્યાર્થીઓ અને વાલીઓમાં ઉત્સુકતા

પરિણામને લઈને સમગ્ર રાજ્યમાં ભારે ઉત્સુકતા જોવા મળી રહી છે. ઘણા વિદ્યાર્થીઓ સોશિયલ મીડિયા પર પણ પરિણામની રાહ જોતા જોવા મળી રહ્યા છે. વાલીઓ માટે પણ આ દિવસ ખૂબ મહત્વનો માનવામાં આવે છે કારણ કે ધોરણ-10ને વિદ્યાર્થીઓના શિક્ષણ જીવનનો મહત્વપૂર્ણ તબક્કો માનવામાં આવે છે. શાળાઓમાં પણ પરિણામને લઈને તૈયારી શરૂ થઈ ગઈ છે. પરિણામ જાહેર થયા બાદ અનેક શાળાઓમાં વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપવા માટે કાઉન્સેલિંગ અને કારકિર્દી માર્ગદર્શન કાર્યક્રમો યોજાવાની શક્યતા છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now