Home Gujarat Banaskantha Palanpur Antf Md Drugs Seized Ndps Act

પાલનપુર હાઇવે પર એન્ટી નાર્કોટિક્સ ટાસ્ક ફોર્સનો સપાટો : લાખોની કિંમતના ૨૩૨ ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સ સાથે બે ઝડપાયા

પાલનપુર હાઇવે પર એન્ટી નાર્કોટિક્સ ટાસ્ક ફોર્સનો સપાટો
Published by: OBS Bureau
Last Updated: Mar 17, 2026, 12:24 PM IST

ગુજરાતમાં નશાબંધીના કડક અમલ વચ્ચે એન્ટી નાર્કોટિક્સ ટાસ્ક ફોર્સ (ANTF) ને વધુ એક મોટી સફળતા મળી છે. બનાસકાંઠા જિલ્લાના પાલનપુર તાલુકામાં ગેરકાયદેસર રીતે મેફેડ્રોન (M.D.) ડ્રગ્સની હેરાફેરી કરતા રાજસ્થાનના બે શખ્સોને પોલીસે મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા છે.

ગુપ્ત બાતમીના આધારે નાકાબંધી

મળતી માહિતી અનુસાર, એન્ટી નાર્કોટિક્સ ટાસ્ક ફોર્સને ચોક્કસ બાતમી મળી હતી કે મોટર સાયકલ પર ડ્રગ્સનો જથ્થો લઈ કેટલાક શખ્સો પસાર થવાના છે. આ બાતમીના આધારે પોલીસ ટીમે વોચ ગોઠવી હતી. પાલનપુરથી જગાણા હાઇવે પર આવેલી મહાદેવ હોટલ અને છોગાજી ઢાબા પાસે નાકાબંધી દરમિયાન શંકાસ્પદ મોટર સાયકલ (નંબર RJ-46-SL-6831) ને રોકી તપાસ કરતા આ રેકેટનો પર્દાફાશ થયો હતો.
લાખોનો મુદ્દામાલ જપ્ત

પોલીસે આ કાર્યવાહી દરમિયાન કુલ 7,56,780 રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો છે. જેમાં 232 ગ્રામ મેફેડ્રોન (M.D.) ડ્રગ્સ (અંદાજિત કિંમત રૂ. 6,96,000/-), 1 મોટર સાયકલ (કિંમત રૂ. 50,000/-) 3 મોબાઇલ ફોન અને રોકડ રકમ એમ કુલ મળીને 7,56,780 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે.

આરોપીઓની ધરપકડ અને કાયદેસરની કાર્યવાહી

પકડાયેલા આરોપીઓમાં 20 વર્ષીય ઈરફાનખાન આશુખાન મોયલા અને 27 વર્ષીય સુખદેવભાઈ ઉર્ફે સુખો વગતારામ ચૌધરીનો સમાવેશ થાય છે, જે બંને રાજસ્થાનના ઝાલોર જિલ્લાના રહેવાસી છે. પોલીસે બંને વિરુદ્ધ NDPS Act 1985 ની વિવિધ કલમો (8-સી, 22-સી, 25, 29) હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now