Home Gujarat Devbhoomi Dwarka Khambhaliya Bhanvad Highway Accident Fire Death Injured

દેવભૂમિ દ્વારકામાં કાળમુખો અકસ્માત : ખંભાળિયા-ભાણવડ હાઈવે પર બે વાહનો વચ્ચે ટક્કર બાદ ભયાનક આગ, એક જીવતો ભુંજાયો

દેવભૂમિ દ્વારકામાં કાળમુખો અકસ્માત
Play Video
Published by: OBS Bureau
Last Updated: Mar 17, 2026, 02:46 PM IST

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ખંભાળિયા-ભાણવડ હાઇવે પર આજે વહેલી સવારે એક ભયાનક માર્ગ અકસ્માત સર્જાયો હતો, જેને કારણે વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ હતી. અકસ્માત એટલો ગંભીર હતો કે અથડામણ બાદ બંને વાહનોમાં આગ લાગી ગઈ હતી.
મળતી માહિતી મુજબ, બે વાહનો વચ્ચે જોરદાર ટક્કર થતાં અકસ્માત સર્જાયો હતો. ટક્કરની અસર એટલી ભયાનક હતી કે બંને વાહનોમાં આગ ભભૂકી ઉઠી હતી. આ ઘટનામાં એક વ્યક્તિનું ઘટનાસ્થળે જ દુઃખદ મોત થયું હતું, જ્યારે બે અન્ય વ્યક્તિઓ ગંભીર રીતે ઘાયલ થયા છે.
ઘટનાની જાણ થતાં જ ખંભાળિયા ફાયર વિભાગની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી હતી. ફાયર ફાયટરો દ્વારા ભારે મહેનત બાદ આગ પર કાબુ મેળવવામાં આવ્યો હતો અને વધુ નુકસાન અટકાવવામાં સફળતા મળી હતી.

આ સાથે જ, સ્થાનિક લોકો અને બચાવ દળોએ મળીને ઘાયલોને વાહનમાંથી બહાર કાઢ્યા હતા. તમામ ઇજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં તેમની હાલત ગંભીર હોવાનું જાણવા મળી રહ્યું છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now