Home Gujarat Now Even Milk Shops Are Unsafe In Surat Gang Stealing Milk Bags In Kapodra Early In The Morning

સુરતમાં હવે દૂધની દુકાનો પણ અસુરક્ષિત : કાપોદ્રામાં વહેલી સવારે દૂધની થેલીઓની ચોરી કરતી ગેંગ સક્રિય

સુરતમાં હવે દૂધની દુકાનો પણ અસુરક્ષિત
Published by: OBS Bureau
Last Updated: Mar 17, 2026, 12:35 PM IST

Surat News: 'સોનાની મુરત' ગણાતા સુરત શહેરમાં હવે તસ્કરોની હિંમત એટલી વધી ગઈ છે કે તેઓ નાની-મોટી ચીજવસ્તુઓને પણ છોડી રહ્યા નથી. તાજેતરમાં શહેરના કાપોદ્રા વિસ્તારમાંથી દૂધની ચોરીનો એક અજીબ કિસ્સો પ્રકાશમાં આવ્યો છે, જેણે સ્થાનિક વેપારીઓમાં ચિંતા જન્માવી છે.

શું છે સમગ્ર ઘટના?

કાપોદ્રા વિસ્તારમાં આવેલી એક ડેરીની બહાર વહેલી સવારે દૂધના કેરેટ મૂકવામાં આવે છે. છેલ્લા ઘણા સમયથી દુકાનદારને હિસાબમાં ગરબડ જણાતી હતી. તપાસ કરતા માલૂમ પડ્યું કે દરરોજ દૂધના કેરેટમાંથી 5 થી 10 જેટલી દૂધની બોટલો/થોલીઓની ચોરી થઈ રહી હતી. કોઈ અજાણ્યો શખ્સ દરરોજ વહેલી સવારે અંધારાનો લાભ લઈ ચોરીને અંજામ આપતો હતો.

CCTVમાં કેદ થયો ચોર

રોજ-રોજના નુકસાનથી કંટાળીને દુકાનદારે આખરે દુકાન બહાર CCTV કેમેરા લગાવડાવ્યા હતા. કેમેરા ચેક કરતા ચોરીની સમગ્ર ઘટના તેમાં કેદ થઈ ગઈ હતી. ફૂટેજમાં જોઈ શકાય છે કે એક અજાણ્યો ઈસમ અત્યંત સિફતપૂર્વક દૂધના કેરેટ પાસે આવે છે અને નજર ચુકવીને દૂધની બોટલો ચોરી કરી ફરાર થઈ જાય છે.

પોલીસ ફરિયાદની તજવીજ

દુકાનદારે આ ફૂટેજ જોઈને આશ્ચર્ય વ્યક્ત કર્યું હતું કે આટલી નાની વસ્તુ માટે પણ લોકો ચોરીના રસ્તે વળ્યા છે. આ મામલે દુકાનદારે કાપોદ્રા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવાની તજવીજ હાથ ધરી છે. સીસીટીવી ફૂટેજના આધારે પોલીસે પણ તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now