Home Gujarat Bjp Armed With The Mantra Of Serviceand Good Governance Tomorrow At Kamalam Important Seat

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓને લઈને રાજકીય માહોલ ગરમાયો! : 'સેવા અને સુશાસન'ના મંત્ર સાથે ભાજપા સજ્જ, 'કમલમ' ખાતે આવતીકાલે મહત્વની બેઠક

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓને લઈને રાજકીય માહોલ ગરમાયો!
Published by: OBS Bureau
Last Updated: Mar 17, 2026, 01:19 PM IST

Gandhinagar News: ગુજરાતમાં આગામી સમયમાં યોજાનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓને લઈને રાજકીય માહોલ ગરમાયો છે. ભારતીય જનતા પાર્ટીએ પોતાની પરંપરાગત સંગઠનાત્મક શક્તિ સાથે ચૂંટણીના મેદાનમાં ઉતરવાની તૈયારીઓ તેજ કરી દીધી છે. ગુજરાત ભાજપાના મુખ્ય પ્રવક્તા ડૉ. અનિલભાઈ પટેલે પક્ષની રણનીતિ અને સેવાકીય અભિગમ અંગે વિગતવાર માહિતી આપી હતી.

‘શ્રી કમલમ’ ખાતે નેતાગીરીનો જમાવડો

આવતીકાલે એટલે કે 18 માર્ચ 2026, બુધવારના રોજ બપોરે 1 કલાકે ગાંધીનગર સ્થિત પ્રદેશ કાર્યાલય ‘કમલમ’ ખાતે એક ઉચ્ચસ્તરીય બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે.

ચૂંટણી સંચાલન માટે મજબૂત માળખું

ડૉ. અનિલભાઈ પટેલે જણાવ્યું હતું કે ભાજપા હંમેશા પદ્ધતિસરના આયોજનમાં માને છે. ચૂંટણીને ધ્યાનમાં રાખીને પ્રદેશ સ્તરે 8 સભ્યોની ચૂંટણી સંચાલન સમિતિની રચના. જિલ્લા-મહાનગર સ્તરે 4 સભ્યોની વિશેષ સમિતિઓનું ગઠન કરવામાં આવ્યું છે. ભાજપા માત્ર ચૂંટણી ટાણે જ નહીં, પરંતુ 365 દિવસ જનતાની વચ્ચે રહેનારો પક્ષ છે. પ્રવાસ, ગ્રુપ મીટિંગ, અને વિવિધ સંમેલનો (મહિલા, યુવા, કિસાન, પ્રબૃદ્ધ નાગરિક) દ્વારા સતત લોકસંપર્ક જાળવી રાખવો એ ભાજપાની ઓળખ છે.

રિપોર્ટ કાર્ડ અને સેવાના આધારે જનસમર્થનની અપેક્ષા

ભાજપા આ વખતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના નેતૃત્વમાં થયેલા વિકાસકાર્યોના આધારે જનતા પાસે જશે. ડૉ. અનિલભાઈ પટેલે જણાવ્યું હતું કે માનવી છે ત્યાં વ્યવસ્થા ઉભી કરવી અને હર ઘર સુધી સેવા પહોંચાડવી એ ભાજપાનો મૂળ મંત્ર છે." ડૉ. અનિલભાઈ પટેલે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે ભાજપાની સેવાકીય કામગીરીના પરિણામે આગામી ચૂંટણીઓમાં ગત વખત કરતા પણ વધુ ભવ્ય વિજય થશે. ભાજપા વધુ મજબૂત જનસમર્થન સાથે રાજ્યભરમાં ફરી કેસરીયો લહેરાવશે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now