logo-img
Three Arrested For Sim Card Fraud In Ahmedabad

અમદાવાદમાંથી સીમકાર્ડ ફ્રોડ કરતા ત્રણ ઝડપાયા : ફીંગર પ્રીન્ટ લઈ સર્વર એરરનું બહાનું બતાવતા, સીમનું બારોબારિયું!

અમદાવાદમાંથી સીમકાર્ડ ફ્રોડ કરતા ત્રણ ઝડપાયા
Published by: Offbeat Team
| Last Updated: Nov 24, 2025, 02:12 PM IST

Ahmedabad Crime News : અમદાવાદ શહેરમાં સીમકાર્ડ કઢાવવા માટે ગયેલા ગ્રાહકોને તેમના નામના આધારપુરાવા જેવા કે, આધારકાર્ડ, ચુંટણીકાર્ડ, તથા તેમની ફીંગર પ્રીન્ટ વિગેરે છત્રી વાળા (ટેલીકોમ્યુનિકેશન એજન્ટ) ગ્રાહકોની જાણ બહાર સીમકાર્ડ કઢાવી સીમકાર્ડ ટ્રાન્સફર કરવાની પ્રોસેસ કરી સર્વર ડાઉન હોવાથી પ્રોસેસ થયેલ નથી તેમ ખોટુ જણાવી તેઓની જાણ બહાર તેઓના ડોક્યુમેન્ટને દગલબાજીથી કે અપ્રમાણિકતાથી મેળવી લઇ સીમકાર્ડસ ઇશ્યુ કરી અન્ય સહઆરોપીઓને કમિશનથી દુબઇ મારફતે કંમ્બોડીયા ખાતે સાયબર ફ્રોડ આચરતા કોલસેન્ટરને ડિજીટલ એરેસ્ટ જેવા ગંભીર પ્રકારના સાયબર ફ્રોડના ગુન્હામાં મદદ કરતી ગેંગના ૩ સભ્યોની અટકાયત કરવામાં આવી છે.

સીમકાર્ડ ફ્રોડ!

ફરીયાદીઓની ફરીયાદના કામે હકીકત સામે આવી હતી કે ફરીયાદીના સિમકાર્ડનો ઉપયોગ કરી ભોગબનનારના ડીઝીટલ એરેસ્ટ થયાની સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન, અમદાવાદ શહેર ખાતે અરજી આવતા અરજી તપાસ અર્થે ફરિયાદીને સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન, અમદાવાદ શહેર ખાતે પુછપરછ અર્થે બોલાવતા ફરિયાદીને ધ્યાને આવ્યું હતું. યાંદલોડીયા તળાવ પાસે અજાણ્યા એરટેલ એજન્ટે મારા આધારકાર્ડથી ઇશ્યુ કરેલ સીમકાર્ડનો સાયબર ફ્રોડ ના ગુન્હામાં ઉપયોગ કરેલ હોય જે સીમકાર્ડ આ એરટેલ એજેન્ટે મારા પિતાજીના નામના સીમકાર્ડને મારા નામે ટ્રાંસફર કરી આપવાનો વિશ્વાસ ભરોસો આપી મારા આધારપુરાવા થી સીમકાર્ડ ટ્રાન્સફર કરવાની પ્રોસેસ કરી પ્રોસેસ થયેલ નથી તેમ ખોટુ જણાવી મારી જાણ બહાર મારા ડોક્યુમેન્ટને દગલબાજીથી કે અપ્રમાણિકતાથી મેળવી લઇ સીમકાર્ડ ઇશ્યુ કરી હતું.

પોલીસે ફરિયાદ નોધી ત્રણ આરોપીને દબોચ્યા

આ એરટેલ એજેન્ટે કોઇ અજાણ્યા ઇસમો સાથે ભેગા મળી મારા નામે ઇશ્યુ થયેલ સીમકાર્ડ અજાણ્યા ઇસમોને આપી ગુનાહીત પ્રવુતિમાં મારા નામના સીમકાર્ડ નો ઉપયોગ કરી પુર્વ આયોજીત ગુનાહિત કાવતરૂ રચી મારી સાથે વિશ્વાસઘાત કરી ગુનોં કર્યા બાબતનો ગુનો આચરેલ હોવાની ફરીયાદ નોંધાઈ હતી.

  • આરોપીઓના નામ

વિજય સ/ઓ સુમતિભાઇ રાવળ

શુભમ ઉર્ફે સેબી જયંતિલાલ

કિરણ ઉર્ફે કેટી સ/ઓ અમૃતલાલ જાતે-ઠક્કર

Join WhatsappWhatsapp ચેનલ સાથે જોડાઓ
Join WhatsappJoin Now