Jamnagar News : જામનગર રેલ્વે સ્ટેશન વિસ્તારમાં પોતાને પોલીસ કર્મચારી બતાવી રિક્ષા ચાલકો પર ધાક જમાવતો એક નકલી કોન્સ્ટેબલને રેલ્વે પોલીસને ઝડપ્યો છે. મળેલી માહિતી મુજબ આરોપી રિક્ષા ચાલકોને પોતે SMC શાખામાં છું કહી ધમકાવતો અને રોલો મારતો ફરતો હતો.
નકલી SMC કોન્સ્ટેબલ
રેલવે પોલીસને તેની હરકતો અંગે ચોક્કસ બાતમી મળતા પોલીસે તે વ્યક્તિને અટકાવી તેની ઓળખ બાબતે પૂછપરછ કરી હતી. ઓળખપત્ર માંગતા કોઈ સત્તાવાર દસ્તાવેજ રજૂ ન કરી શકતા પોલીસએ વધુ તપાસ હાથ ધરી છે. તપાસ દરમિયાન તેની ઓળખ બુધા ઉર્ફે બ્રિજેશ સિયાભાઈ ચાસીયા તરીકે થઈ હતી.
રિક્ષા ચાલકોને ધમકાવતો
આરોપીનું કોઈપણ પોલીસ વિભાગ સાથે વાસ્તવિક જોડાણ ન હોવાનું સ્પષ્ટ થતાં તેને નકલી SMC કોન્સ્ટેબલ તરીકે ફરતા ઝડપવામાં આવ્યો. ત્યારબાદ તેના સામે BNSની કલમ 204 હેઠળ ગુનો નોંધાયો છે. રેલ્વે પોલીસ હવે આ સમગ્ર બનાવ અંગે વધુ તપાસ કરી રહી છે. જામનગર રેલ્વે સ્ટેશન વિસ્તારમાં આ પ્રકારની હરકતો સામે કાર્યવાહી થતાં રિક્ષા ચાલકોમાં રાહત જોવા મળી છે.




















