Amit Shah on Gujarat tour : કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ 20 અને 21 નવેમ્બરના રોજ સૌરાષ્ટ્ર–કચ્છના દ્વિદિવસીય ગુજરાત પ્રવાસે રહેશે. આ પ્રવાસ દરમિયાન તેઓ BSF દિવસના મુખ્ય કાર્યક્રમમાં તેમજ વિવિધ શહેરોમાં નિર્માણ પામેલા ત્રણ ભાજપ કાર્યાલયોનું લોકાર્પણ કરશે.
ભાવનગરની નારી ચોકડી ખાતે ભવ્ય સભા
આજે બપોરે 2:00 વાગ્યે અમિત શાહ ભાવનગરમાં પધારશે, જ્યાં ભાવનગરની નારી ચોકડી ખાતે ભવ્ય સભા યોજાશે. આ કાર્યક્રમમાં પ્રદેશ ભાજપ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા હાજરી આપશે અને અંદાજે 25 હજારથી વધુ ભાજપ કાર્યકરો ઉપસ્થિત રહેવાની શક્યતા છે.
BSF દિવસની ઉજવણીમાં ભાગ લેશે
21 નવેમ્બરના રોજ કચ્છના ભુજ ખાતે બીએસએફની હીરક જયંતિ સમારોહ યોજાશે. ભુજની 176 બટાલિયનના બીએસએફ ગ્રાઉન્ડ ખાતે પરેડ પણ યોજાવાની છે. અમિત શાહની અધ્યક્ષતામાં બીએસએફના સ્થાપના દિવસની મુખ્ય ઉજવણી થશે.
મોરબીમાં ભાજપ કાર્યલયનું ઉદ્ઘાટન કરશે
BSF દિવસની ઉજવણી પૂર્ણ કર્યા બાદ અમિત શાહ સીધા મોરબી પ્રવાસે જશે. મોરબી જિલ્લામાં નિર્માણ પામેલા નવા ભાજપ કમલમ કાર્યાલયના ઉદ્ઘાટન સમારંભમાં તેઓ ઉપસ્થિત રહેશે.




















