Dudhsagar Dairy Election : દૂધસાગર ડેરીની આવનારી ચૂંટણીની પ્રક્રિયા તેજ થઈ રહી છે. મળતી માહિતી અનુસાર ચૂંટણી 7 ડિસેમ્બર રોજ યોજાવાની શક્યતા છે. ચૂંટણી કાર્યક્રમ પ્રમાણે ઉમેદવારી ફોર્મ ભરવાની અંતિમ તારીખ 24 નવેમ્બર નક્કી કરવામાં આવી છે. ડેરીની ચૂંટણી માટે 1048 મતદારોની અંતિમ યાદી જાહેર કરી દેવામાં આવી છે.
દૂધસાગર ડેરીની ચૂંટણી પ્રક્રિયા તેજ
ચૂંટણી કાર્યક્રમ મુજબ 24 નવેમ્બરે ઉમેદવારોની પ્રાથમિક યાદી જાહેર થશે. ત્યારબાદ 25 નવેમ્બરે ઉમેદવારી ફોર્મોની ચકાસણી કરવામાં આવશે. 26 નવેમ્બરે માન્ય ઉમેદવારી પત્રોની સૂચિ જાહેર થશે, જ્યારે 27 નવેમ્બરે ઉમેદવારોને ફોર્મ પાછું ખેંચવાની તક મળશે. 28 નવેમ્બરે અંતિમ હરિફ ઉમેદવારોની યાદી જાહેર કરવામાં આવશે, જેના આધારે ચૂંટણી પ્રક્રિયા આગળ વધશે.
વિપુલ ચૌધરી બાયો ચડાવી
ચૂંટણીને લઈને સહકારી રાજકારણમાં પણ હલચલ વધી છે. વિપુલ ચૌધરી જૂથ ભાજપ સમર્થિત અશોક ચૌધરીની પેનલ સામે પોતાની સહકાર પેનલ ઉતારવાની તૈયારીઓ કરી રહ્યું છે. બંને જૂથોમાં પ્રચાર તથા વ્યૂહરચના શરૂ થઈ ગઈ છે, જેના કારણે આ ચૂંટણી વધુ જંગી બનવાની સંભાવનાઓ છે.



















