Delhi-Mumbai Accident : વડોદરા નજીક દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ હાઇવે પર સતત બીજા દિવસે ફરી એક ગંભીર અકસ્માત થયો હતો. ટ્રક અને કાર વચ્ચે થયેલી ટક્કર એટલી ભયાનક હતી કે કારમાં બેઠેલા બે લોકોનું સ્થળે જ મોત થયું હતું. અકસ્માતમાં અન્ય બે લોકો ઈજાગ્રસ્ત થયા છે.
વડોદરાની ગોત્રી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા
અકસ્માત બાદ ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે વડોદરાની ગોત્રી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે, જ્યાં તેમની સારવાર ચાલી રહી છે. આ દુર્ઘટનામાં મૃત્યુ પામેલા તેમજ ઘાયલ ચારેય વ્યક્તિઓ સુરતના રહેવાસી હોવાનું સામે આવ્યું છે.
સુરક્ષા અંગે ફરી પ્રશ્નો
ઘટનાની જાણ મળતા જ પોલીસે સ્થળ પર પહોંચી તપાસ શરૂ કરી છે. સતત બીજા દિવસે એક્સપ્રેસ હાઇવે પર અકસ્માત થતા મુસાફરોમાં ચિંતા વધતી જોવા મળી છે અને માર્ગ સુરક્ષા અંગે ફરી પ્રશ્નો ઊભા થયા છે.




















