logo-img
Cr Patil Proved To Be A Strong Contender For Bjp In Bihar Elections

બિહાર ચૂંટણીમાં ભાજપ માટે 'સુપર પાવર' સાબિત થયા 'પાટીઉ ભાઉં' : સંગઠનમાં સફળતાનો પોટફોલિયો થયો મજબૂત, જાણો કેમ કહેવાય છે 'ચૂંટણી જીતના મિશન મેન'

બિહાર ચૂંટણીમાં ભાજપ માટે 'સુપર પાવર' સાબિત થયા 'પાટીઉ ભાઉં'
Published by: Offbeat Team
| Last Updated: Nov 20, 2025, 04:30 AM IST

Bihar Elections C R Patil : બિહારમાં NDA એ તરબોળ બહુમતી મેળવી છે. સાથો સાથ ભાજપ ભભકાદાર મજબૂત બની છે. જે બિહાર ભાજપ માટે રેકોર્ડબ્રેક ગણવામાં આવી રહ્યું છે. ત્યારે બિહાર ચૂંટણીમાં ભાજપ માટે ખરા પ્લાનર તો ગુજ્જુ ભાજપી જ સાબિત થયા હોવાની ઉડતી પાંખે જણાઈ રહ્યું છે. વાત દેશના રાજકારણની હોય અને જેમાં પણ ભાજપ પક્ષની રેખા લાંબી થતી હોય તો તે પાછળ 'ગુજરાતી કમળ' જ હોય, જે ખરી રાજનીતિથી કમાલ કરી શકે. અત્યારે ગુજરાત ભાજપ માટે રાજનીતિ વત્તા સફળ એક્સ્પીરિમેન્ટની લેબોરેટરી પણ ગણાય છે. ત્યાર ગુજરાત ભાજપના એવા પૂર્વ પ્રદેશ પ્રમુખની હાથમાં બિહાર ચૂંટણીની બાગડોર સોંપી હતી. જેમના કાર્યકાળ દરમિયાન ગુજરાત ભાજપ માટે ઐતિહાસિક વિજયનો આંકડો લાંબો મેળવેલો છે. જે વિધાનસભાની વાત હોય કે, તાલુકા, જિલ્લા કે અન્ય સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી હોય. જે તમામ ચૂંટણીમાં ભાજપની મજબૂતીમાં મોટા ભાગીદાર ગણી શકાય. જેમા જરા રંજભર પણ અતિશયોક્તિ ના કહેવાય. વાત કરીશું બિહારના ચૂંટણીના ભાજપના સહ પ્રભારી અને કેન્દ્રીય જળ મંત્રી તેમજ ગુજરાત ભાજપના પૂર્વ પ્રમુખ સી આર પાટીલની. જેઓ મહારાષ્ટ્રથી લઈ ગુજરાત અને હવે બિહાર સુધીમાં સફળ રાજનીતિની ચાવી પોતાના ખીસ્સામાં ધરી દીધી છે.

'સંગઠન મેન' C R

એવું કહેવામાં આવી રહ્યું છે કે, સી આર પાટીલ માત્ર રાજકીય નેતા નહીં, પણ 'સંગઠન મેન' તરીકે છાપ બનાવી દીધી છે. જે ભાજપ માટે 'ચૂંટણી જીતના મિશન મેન' બની ગયા છે. જે ચૂંટણીને મિશન મોડમાં ચલાવવામાં માને છે. જે

સી આર પાટીલનો સંગઠનમાં સફળતાનો પોર્ટફોલિયો મજબૂત

ગુજરાતની નાનામાં નાની ચૂંટણી હોય કે, પછી સહકારી માળખા ભાજપની મેડેન્ટ પ્રથા હોય કે, પછી સંઘ-મંડળીઓમાં મેડેન્ટથી ચૂંટણી જીતનો હુંકારો હોય, દરેકમાં સી આર પાટીલે ભાજપ માટે લીટી હંમેશા મજબૂત અને લાંબી જ કરી છે. જેમનું સાંસદ કાર્યાલય દેશમાં અન્ય સાંસદો માટે રોલ મોડલ બન્યું હતું અને આગવું સ્થાન પણ પાપ્ત કરનાર ગણવામાં આવી રહ્યું છે. એટલું જ નહી તેમનું 'પેજ સમિતિ' તો રાજકારણની મિસાઈલ ગણવામાં આવે છે.

156 અને તોડી-મરોડી અલગ...

પાટીલ પાવરદાર ગણાય છે પરંતુ તે સકારાત્મક બાબતોમાં તેમનું પાવર હંમેશા બતાવતા રહ્યાં છે. તેમના નેતૃત્વ હેઠળ ભાજપે ગુજરાત વિધાનસભાની 2022ની ચૂંટણીમાં ઐતિહાસિક 156 બેઠકો જીતીને એક નવો કીર્તિમાન સ્થાપિત કર્યો હતો, જે ભારતીય રાજકારણમાં સૌથી મોટી જીતોમાંની એક છે.

બિહાર ચૂંટણીનો સહ પ્ર'ભાર'

ભાજપના રાષ્ટ્રીય મોવડી મંડળે સી આરી પાટીલ પાટીલને બિહાર ચૂંટણીના સહ પ્રભારી બનાવ્યા હતા. ત્યારે પાટીલ ભાઉંએ જીતનો અને રેકોર્ડની ફોર્મ્યુલા આખરે બતાવી જ દીધી અને ગુજરાત પરચો બિહાર વિપક્ષને મળ્યો. ભાજપના મોવડી મંડળે સી આર પાટીલની 'ચૂંટણી સૂઝ' પર બિહાર ચૂંટણીનો વિશ્વાસ મૂક્યો અને અને પ્રભારી ધર્મેન્દ્ર પ્રધાનની સાથે સહપ્રભારી તરીકે જવાબદારી સોંપાઈ હતી.

બૂથોનું વર્ગીકરણ અને યોગ્ય સમય યોગ્ય નિર્ણય

એવું કહેવાય છે કે, સી આર પાટીલ બિહારમાં પણ ગુજરાતની જેમ ખાસ તો તેમને સોંપાયેલી સીટોના બૂથોનું એ, બી, સી અને ડી એમ ચાર વિભાગોમાં વર્ગીકરણ કર્યું અને વર્ગીકરણને આધારે સી અને ડી કેટેગરીના જે નબળા બૂથો હતા તેના પર પર્સનલ ઈન્વોલ્વમેન્ટ આપીને કાર્યકર્તા અને મતદાતાઓ સાથે સંકલન સાધ્યું હતું, જેનું પરિણામ એ થયું કે મતદાતા ભાજપ તરફ વળ્યાં અને નબળા બૂથો પર ભાજપનું વોટ શેરિંગ વધ્યું. જે ભાજપ માટે સફળ રહ્યું.

અંગત ગુજરાતી કાર્યકરોનો બિહાર જમાવડો ફળ્યો!

વાત એવી પણ છે બિહાર ચૂંટણી માટે જરૂરી કામગીરી માટે સી આર પાટીલ સુરતથી 100થી વધુ બસો ભરીને કાર્યકર્તાઓ અને નેતાઓની ટીમ લઈને ગયા હતા અને જે ટીમે દિવસ-રાત માત્ર બૂથ લેવલ પર જમીની કામો કર્યા હતા.

Join WhatsappWhatsapp ચેનલ સાથે જોડાઓ
Join WhatsappJoin Now