Bureaucrats Open Letter: કોંગ્રેસે ઇલેક્શન કમિશન પર સતત પ્રહારો કર્યા છે, જેમાં ઘણા ગંભીર આરોપો પણ લગાવવમાં આવ્યા છે. આને લઈને દેશની 272 પ્રમુખ હસ્તીઓએ ખુલ્લો પત્ર લખ્યો છે. પત્ર લખવાવાળામાં 16 જજ, 123 પૂર્વ નૌકરશાહ પણ સામેલ છે. આમાં 14 રાજદૂતના નામ પણ સામેલ છે. સાથે જ 133 સેવાનિર્વૃત્તિ આર્મી ઓફિસરોએ પણ પત્ર લખ્યા છે. હકીકતમાં છેલ્લા અમુક દિવસોમાં કોંગ્રેસે વોટ ચોરી જેવા ગંભીર આરોપ લગાવ્યા છે.
કોંગ્રેસ પર લગાવ્યો EC ને બદનામ કરવાનો આરોપ
EC ના સમર્થનમાં કુલ 272 લોકોએ ખુલ્લો પત્ર લખ્યો છે. તેમનું કહેવું છે કે વિપક્ષન નેતા અને કોંગ્રેસ પાર્ટી દ્વારા ઇલેક્શન કમિશન જેવી સંવૈધાનિક સંસ્થાઓને બદનામ કરવાનો પ્રયત્ન કર્યો છે. તમામ લોકોએ પત્ર લખીને કોંગ્રેસની આલોચના કરી છે.
શું લખ્યું છે ખુલ્લા પત્રમાં?
આ ખુલ્લા પત્રમાં ઇલેક્શન કમિશન વિરુદ્ધ ભાષણને લઈને આલોચના કરવામાં આવી છે. આમાં લખવામાં આવ્યું છે કે, 'અમે સમાજના વરિષ્ઠ નાગરિક આ વાતની ચિંતા વ્યક્ત કરીએ છીએ કે ભારતના લોકતંત્ર પર બળ પ્રયોગથી નથી, પરંતુ તેની આધારભૂત સંસ્થાઓ વિરુદ્ધ ઉગ્ર ભાષણના કારણે હુમલા કરવામાં આવી રહ્યા છે.'



















